Searching...
Monday 10 December 2012

એક સુંદર ને ઘણો બુદ્ધિશાળી રાજકુમાર હતો

કદાચ વાર્તા નાંનપણ માં સાંભળી હશે તો પણ વાર્તા સંભાળવાની ને વાંચવાની મજા આલગ જ છે મિત્રો.

એક દેશ માં એક સુંદર ને ઘણો બુદ્ધિશાળી રાજકુમાર હતો તેની ખ્યાતી દુર દુર સુધી હતી તે હમેશા પોતાની બુદ્ધિને અન્ય કળા બતાવીને લોકોને મંત્ર મુગ્ધ કરી દેતો હવે થયું એવું કે રાજકુમાર એ નવી વિદ્યા શીખી ને એ તેમાં નિપૂર્ણ થઇ ગયો આ વિદ્યા હતી માટીના પુતળા બનાવવાની વિદ્યા... જેમાં તે એટલી સારી રીતે નિપૂર્ણ થયો કે બસ આબ
ેહુબ તે જીવતી જોત વ્યક્તિ જેવી જ પુતળા ની મૂર્તિ બનાવી આપતો કે વ્યક્તિ ઓળખી પણ ન શકે કે આ મૂર્તિ છે કે પછી માનવી જે વિવિધ મુદ્રા માં ઉભેલો છે બસ આમ ને આમ ચાલતું હતું ત્યાં અચાનક એક દિવસ એવું થયું કે રાત ના સમયે તેના મહેલ ના કક્ષ નજીક તેને આવાજ સંભળાયો આવાજ આમ હતો “ બે વ્યક્તિ ઓ વાત કરી રહ્યા હતા કે ભાઈ કેટલો સોહામણો રાજકુમાર છે બસ આજ થી ત્રણ દિવસ પછી એને ઉપર લઇ લેવા માં આવશે (એટલે કે એનું મૃત્યુ થશે ) ને બધું સમાપ્ત થઇ જશે હવે રાજકુમાર ને આવાજ સંભળાતા તે જોવા લાગ્યો એને ખ્યાલ આવ્યો કે આ તો યમદૂત છે તે વિમાસણ માં પડી ગયો તેને ઊંઘ નાં આવી બસ ઘણો વિચાર કરયા પછી એને યુક્તિ સુઝી એને પોતાની આબેહુબ ૧૦૦ મૂર્તિઓ બનાવી ને ત્રીજા દિવસે બસ એમની વચ્ચે જઈને ઉભો રહી ગયો ...... થોડા સમય પછી યમદૂત આવ્યા એ મૂંઝાઈ ગયા બધી જ મૂર્તિઓ એક જેવી લાગતી હતી કયો સાચો રાજકુમાર ને કઈ મૂર્તિ એ ખબર ના પડે એટલે કરવું શું? ત્યાં એકાએક યમદૂત ને વિચાર આવ્યો ને તેને બીજા યમદૂત ને કીધું અરે મિત્ર આ બધી મૂર્તિ આ રાજકુમારે બનાવી છે સારી પણ એક ખામી રહી ગઈ છે .... ખરે ખર આ મૂર્તિ બનાવનાર એક બહુ ........( થોડું રોકાઈ ને ) એટલે રાજકુમાર થી ના રેહવાયુ એને કીધું શું .... શું ખામી છે આમાં ...?
યમદૂત એ હાસ્ય વેરતા કહ્યું “ આ મૂર્તિ માં તારું અભિમાન ઉતરી ગયું છે આ જ ખામી છે “ ટૂંક માં જો રાજકુમાર જાતે બહાર ના આવત તો એ સમય વિતતા બચી ગયો હોત પણ એવું શક્ય ન બન્યું કેમકે પોતાના અભિમાન ને કારણે તે છેલ્લે પકડાઈ ગયો ને તેનું મૃત્યુ થયું ....

0 comments:

Post a Comment

Search This Blog

Subscribe via email