એક ભાઈ નું વજન ઘણું વધી ગયું હતું ને એ દરરોજ ઓફીસ કાર્ય બાદ ખાવાનું ને ઊંઘવાનું કામ જ કરતા ..... હવે એક દિવસ એમને વિચાર આવ્યો કે ભાઈ થોડું વજન ઉતારી એ ...... પણ કઈ રીતે.... જાહેરાત જોતા ખબર પડી કે એક સારી સંસ્થા માં આવી પ્રવૃત્તિ ચાલે છે. ને તેઓ કહે છે કે વજન ઉતારો હસતા હસતા ........તો તેમને મુલાકાત લીધી .... સંસ્થા માં તેમને ત્રણ જુદા જુદા પકેજ બતાવ્યા ને કીધું કે તમને પેહલા પેકેજ માં ફાયદો લાગ
ે તો આગળ જવું ...... કાલે સવાર થી શરૂઆત કરી એ ..... આમને કીધું કે સારું હવે બીજા દિવસે એમના ઘર ની ડોરબેલ વાગી .. સામે એક સુંદર કન્યા ઉભી હતી એને કહ્યું મારી પીઠ પર જે લખ્યું છે તે મુજબ કરો ને એની જર્સી પર પાછડ લખ્યું હતું કે " જો તમે મને પકડી શકો તો આજે હું તમારી સાથે ( ડીનર ) પર આવીશ. હવે સુંદર કન્યા ને જોઇને આમનું પ્રલોભન છુટ્યું નહિ તો આ ભાઈ તો જાય દોડતા હવે કન્યા એ જાણે ઓલોમ્પીક્સ માં થી આવી હતી તે એના થી ઝડપથી દોડે કેમ કે આ તો જાડિયો હતો ..... આવું ને આવું બે અઠવાડિયું ચાલ્યું ને ભાઈ એ ૫ કિલો વજન ઉતાર્યું ....... હવે કીધા મુજબ કંપની એ આમને પૂછ્યું કે ભાઈ પહેલું પેકેજ પૂરું થાય છે તમારે બીજી સેવા લેવી છે. આ ભાઈ ને થયું કે પેહલું પેકેજ આવું હતું તો બીજું કેટલું સરસ હશે ......... એટલે એને જોયા ને જાન્ય વગર કંપની ના કાગળ પર એટલે પેકેજ ના ધારા ધોરણો પર સહી કરી દીધી.......... બીજા દિવસે ડોરબેલ વાગી આ ભાઈ તૈયાર જ હતા કે આજે તો મજા પડવાની છે .... દરવાજો ખોલતા સામે એક તગડો ને ચુસ્ત યુવાન ઉભો હતો એના હાથ માં દંડો હતો એમને કીધું કે તમે પેકેજ માંગ્યું છે ....... એટલે આને બીતા બીતા કીધું હા ....... તો ઓલો યુવાન કહે કે ચલ બહાર આવ તારે મેહનત કરવાની છે નહિ તો છોતરા કાઢી નાખીશ ..... આ કે કે વાત ખોટી છે મને કેમ પકેજ ના આપ્યું .... તો એને કીધું કે આજ પેકેજ છે પેહલું તો બસ ગ્રાહક માટે છે ને બીજું સારી સર્વિસ માટે હવે ચાલે છે કે " આ ભાઈ બોલ્યા હું કેસ કરીશ તો યુવાન બોલ્યો અલ્યા ગંદા તેંજ કાગળ પર સહી કરી છે ઈ કાગળ વાંચયો તો ખરો ...... હવે આ ભાઈ ને ધ્યાન આવ્યું પણ એના ૩ અઠવાડિયા માં ઈ ૨૫ કિલો વજન ઘટાડી ચુક્યો હતો ..... બોધપાઠ : જીવન માં સુંદર ચેહરા થી ઠગનાર બહુ મળશે મિત્રો જો તંદુરસ્ત ને લહેરી લાલ જેવું જીવન જીવવું હોય તો લાલચ એક હદ થી વધારે ના કરતા નહિ તો રોતા ભી નહિ આવડે ..... " વાર્તા સ્મિથ ભાઈ એટલે કે મારા બ્લોગ માંથી છે ને બસ મગજ ની ઉપજ છે પણ વધારે ના વિચારશો બસ હસો ને સ્મિત કરો મિત્રો "
0 comments:
Post a Comment