Searching...
Tuesday 25 February 2014

કેસી તેરી ખુદગરજી




સાંજે લગભગ ૮ વાગ્યાનો સુમાર છે. સરસ અર્જિતસિંહનું સુંદર ગીત યાદ કરતા કરતા બાઈક પર એસ જી હાઈવે ઓફિસથી નીકળીને ઘર તરફ પ્રયાણ કર્યું હતું. વાતાવરણ સુંદર હતું અને મીઠાખળી અન્ડર બ્રીજ પછી ટ્રાફિક સિગનલ આગળ રોકાવાનું થયું. આજે બસ વાતાવરણની અસર હતીને મનપ્રફુલ્લિત હતું. બસ આજ સમયે આગળ સ્કુટર પર પોતાના પિતાની પાછળની સીટ પર બેઠેલા બાળક તરફ ધ્યાન ગયું. આ બાળક આંખે માંજરો હતો અને પાછળ બેઠો બેઠો ત્રાંસી નજરે પણ સતત આ બાજુ જોઈ રહ્યો હતો. આમ તો ભાગ્યે જ કોઈકનું ધ્યાન જાય પણ મારું ધ્યાન આ બાળકની એકટશે નીહારતી નજરો તરફ ગઈ. ધી સિક્સ સેન્સ ફિલ્મનાં બાળકની જેમ ફિલ્મના સીનમાં ભૂત જોઈ લીધું હોય તેમ તે સતત એક તરફ જોઈ રહ્યો હતો. જાણે હમણાં બોમ્બ ફૂટશે એવી એની આંખો થતી હતી. હવે આ સમયે મને આ બાબત પ્રત્યે અચરજ થયું કે કદાચ આ બાળક અંધ તો નથી?. પણ હેલ્મેટ કાઢીને એ બાળક જે બાજુ જોતો હતો ત્યાં જોયું .... કોઈ બાબત અવનવી નહોતી ... તો પછી આ કેમ આ રીતે જોઈ રહ્યો છે? ફરીથી ધ્યાન આપ્યું હજી સિગ્નલ ખુલ્યું ન હતું. સ્કુટીવાળો ભાઈ એક બીજા સ્કુટીવાળાને થોડુક આગળ વાહન લઇ જવા ઈશારો કરી રહ્યો હતો...પણ આ બીજો ભાઈ એ બાજુ ધ્યાન આપતો ન હતો ... પહેલા સ્કુટીવાળાએ બીજાને સહેજ અડકીને આગળ જવા કહ્યું. આ પહેલા સ્કુટીવાળા ભાઈના મોઢામાં પાન જેવું કંઇક હતું એ બોલતો ન હતો પણ આ ભાઈ ને પોતાના વાહનથી આગળ વધારવા કહી રહ્યો હતો. થોડીક વાર આજુ બાજુ અન્ય વાહનવાળા પણ જોઈ રહ્યા કે છે શું ? જે ભાઈને વહાન સહેજ આગળ લેવા કહ્યું હતું એ એમ ને એમ ઉભો હતો ..... હવે અચાનક એ ભાઈ ગભરાઈ ગયો ...ને એના વાહન પર સાથે બેઠેલી સ્ત્રી પણ ચીસ પાડી ઉઠી અરે અરે પકડો આને .... મને ઉત્સુકતા થઇને જોયુતો આ પેલો પાનવાળો ભાઈ પોતાના સ્કુટર પર ડોબરમેન કુતરો લઇ જતો હતો.. ને બિચારાને દબાવીને પોતાના બે પગથી ઝાલી રાખ્યો હતો.. જયારે આ ભાઈએ બીજાને દૂર હટવા કીધું ત્યારે ટ્રાફિકમાં જગ્યા ઓછી હતીને ડોબરમેન એટલે કે કાળા કુતરાને જીવ રૂંધાતો હતો... બીજી બાજુ સ્કુટીનો કલર કાળો હતો ને પેલા ભાઈ જે બાજુ ઉભા હતા ત્યાં પણ એટલો પ્રકાશ ન હતો કે પેલા ભાઈએ સ્કુટીમાં પગ વચ્ચે બાંધેલા કુતરાને જોઈ શકાય... બસ આ કુતરાને રીસ ચડીને જોર જોરથી ભસવા લાગ્યો. આ કૂતરાનો માલિક પોતાનો પાન મસાલો થુકીને પોતાના મોઢેથી ફોડ પાડવા માંગતો ન હતો. બીજી બાજુ બીજો સ્કુટરવાળો જે તદ્દન નજીક ઉભો હતો એને એ ખ્યાલ ન હતો કે આ ડોબરમેંન કુતરો કેહવાય ને આ પપ્પી કરે તો ૩ ઇન્જેક્શન પાક્કા ... અજબની વાત તો એ હતી કે નાનો બાળક આ બાબતથી અવગત હતો.. નસીબથી કુતરો કુદીને બચકું ભરે એ પહેલા ગુસ્સામાં જોરજોરથી ભસ્યોને આજુબાજુ લોકોનું ધ્યાન ગયું.. આ બાજુ મને ખરેખર રમૂજ થઇ કે ભાઈ ભાઈ અહિયાં કોઈક જગ્યાએ લોકો ભૂખે મરે છે ... કેટલાક ને ગરમી ઠંડી તો કેટલાકને ઠંડી ને ..... કોઈકને રાજનીતિની કોકને પોતાના પાનમસાલાની પડી છે. ને અહિયાં કુતરાને પણ લોકો લઈને ફરવા નીકળે છે ....વાહ ભાઈ વાહ ખરેખર અરજીતસિંહ સારું જ ગીત ગાય છે કે “ રે કબીર માંન જા રે ફકીરા માંન જા ......કેસી તેરી ખુદગરજી .ના ધૂપ ચુને ના છાવ ...કિસી થોર ટીકે નાં પાંવ....” આ બધી બાબતોથી ગીત મેચ પણ થાય છે. ને બાળકનું તો શું કહેવું ... જે બાબત પ્રત્યે આટલા લોકોનું ધ્યાન ના ગયું એ બાજુ આ બાળકનું ધ્યાન ગયું. કોઈક વાર આવી સાચી ઘટનાઓ પણ બનતી હોય છે જે નાની બાબતો પ્રત્યે ધ્યાન જવું જ જોઈએ ...કદાચ મારું ધ્યાન આ બાળકની આંખો પર ના હોત તો ? ઈશ્વર જ જાણે પણ કેટલીક વાર બાળકો એવી બાબતો તરફ ધ્યાન દોરે છે જે પ્રત્યે ધ્યાન જવું જરૂરી છે .....મને આ બાબત પરથી એક આ બાબત જરૂર શીખવા મળી... તમે પણ આ વાંચીને ફાસ્ટ લાઈફમાં એક વૈચારિક બ્રેક જરૂર લેજો મિત્રો... સ્મિત સાથે આ તદ્દન સાચી ઘટના અહિયાં ફેસબુક પર શેર કરું છું.

0 comments:

Post a Comment

Search This Blog

Subscribe via email