વાંચવાનો શોખ ઘણી વખત કશુંક નવું શોધી જ
આપતો હોય છે...
ગઈ કાલે પણ આવુજ કાંઇક બન્યું. એક જૂનું
પુસ્તક વાંચતા એક વાર્તા નજરે આવી.
તો થયું કે લાવોને વાંચી કાઢીએ ....
વાર્તામાં મને રસ પડ્યો કદાચ તમને પણ પડે મિત્રો ...
એટલે અહીંયા લખું છું.
એક વાર યમરાજને ત્યાં મૃત્યુ પછી એક ખૂની
અને એક લેખક પહોંચ્યા. હવે આ બેયનો ચુકાદો યમરાજ એ આપવાનો હતો.
યમરાજાએ આમનો હિસાબ ચેક કર્યો.... ખૂનીને
એક મહિના સુધી ચાબુકથી કોરડા મારવાની સજા ફરમાવી ... અને બીજી બાજુ લેખકને સજા
ફરમાવી કે જ્યાં સુધી યમરાજનું નવું ફરમાન ના આવે ત્યાં સુધી આ લેખકને ઉંધા
લટકાવીને રાખવાને ચાબુકના કોરડા મારવા ..ત્યારબાદ યમરાજનો ચુકાદો આવશે અને ન્યાય
કરવામાં આવશે .. બસ આટલું કહીને યમરાજ તો ચાલતા થયા...
હવે ખૂનીને એક મહિનો સજા મળીને એ ફરીથી
પાછો પૃથ્વી પર જનમ પામ્યો અને બીજી બાજુ લેખકને હજી સજા ચાલુ હતી...... ઘણા સમય
પછી યમરાજ ફરતા ફરતા આ લેખક કે જેને સજા મળી હતી તેની પાસેથી પસાર થતા હશે....
ત્યાં લેખકે બુમ મારીને કહ્યું કે નામદાર મેં તો સાંભળ્યું હતું કે યમરાજ નિયમ અને
કાયદાના પાક્કા છે. આપતો ન્યાય માટે પ્રખ્યાત છો તો મારી સાથે આવો અન્યાય કેમ થાય
છે. એક ખૂની કે જેને પૈસા માટે ખૂન કર્યું હતું એને ઓછી સજાને મને સજા તો સજા ને
હજી બીજી સજા તમે આપવાનું નક્કી કર્યું છે............ અરે ભગવાન મેં તો ઘરની બહાર
પગ પણ નહોતો મુક્યો અને ઘરમાં બેસીને મેં
પોતાની યુક્તિથી રચનાઓ લખી હતી મેં પોતાની વાર્તાઓ માટે એક ટાઈપ રાઈટર અને થોડા
કાગળ સિવાય કશુય નુકસાન નથી કર્યું .. વ્યક્તિઓ જ્યાં વિચારવાનું માંડી દે એ
જગ્યાએથી મેં નવી વાર્તાઓ ને લેખો લખ્યા હતા.. તો આમાં મારું પાપ ક્યાં એટલું
મોટું છે.... મેં કયું એવું પાપ કર્યું કે મને આટલી બધી સજા ને આ ખૂનીને ઓછી સજા.......
યમરાજને પહેલા તો આ મનુષ્ય પર ગુસ્સો
આવ્યો પણ ન્યાયપ્રેમી હોવાને લીધે તેમને આ મનુષ્યને પોતાનો ન્યાય સમજાય એ માટે
જવાબ આપવાનું ઉચિત લાગ્યું.
યમરાજ એ કીધું કે ભાઈ એ જ તો મોટો ગુનો
છે કે તે ઘરમાં શાંતિથી બેસીને એવી બુદ્ધિ ચલાવી કે તારી પુસ્તકો વાંચનારને
ગ્લાની, પ્રેમ, ઈર્ષા, દુખ, ચોરીની યુક્તિઓ, ખૂનની યુક્તિઓ, ન્યાયથી બચવાની
પ્રવૃત્તિ અને એવી તો અનેક બાબતોનું આરોપણ મળ્યું... જો તારી બુદ્ધિનું યોગ્ય
ઉપયોગ કર્યો હોત તો આજે તારી પુસ્તકો વાંચીને આ લોકો પાપમાં ના પડતા... પોતાની આ
આગવી બુદ્ધિ અને ગુનાઓ , કે દસ વાર લગ્ન કરવાની વૃત્તિ જેવી તકલીફો સમાજમાં ઘુસી
છે કેમકે તારી વાર્તાઓ એ લોકોને દ્રશ્યમાન થાય છે. લોકો પોતાની સારી સમજ છોડીને
તારી લખેલી વાર્તાઓમાં જીવે છે. આ બધી બાબતોને લીધે બસ તારી પોતાની આરોપિત
દુનિયાના પરિણામે આજે જે માસુમ લોકો પીડાય છે એ માટે તું જ જવાબદાર છે. માટે જેટલા
લોકો તારી પુસ્તકો વાંચીને દુખી થાય છે એટલી સજા તારા ભાગ માં આવે છે તો બોલ મારો
ન્યાય સાચો છે કે નહિ..... લખવાની સ્વતંત્રતાનો જે સદુપયો કર્યો છે એનાથી તને ખબર
પણ નથી કે કેટલા લોકોના જીવન બરબાદ થયા છે.
જો જરીક સરખું તાદર્શ (તાત્વિક સમજદારી
ભર્યું ) જ્ઞાન કે બુદ્ધિ વાપરી હોત તો આજે તારી નામ મેળવવાની ઘેલછાએ તને અભિમાન
પર ના લઇ જઈને એક સારો ઉન્નત વ્યક્તિ રાખ્યો હોત.....પુસ્તકોમાં કોઈને મારવાની,
ક્રોધ વૃત્તિ, અવનવી ચોરીની કે રાજરમતોની વૃત્તિ તે લોકોને જણાવી ને એ બાબતનું
ધ્યાન પણ ના રાખ્યું કે આ નરસી બાબતોનું આવનારી પેઢી પર કેવું પ્રતીબિંબ પડશે...અને
તું તારા આ કર્મોથી દુખીના થાત .... બસ હવે આ સજા તને આવતા જન્મમાં થનારા
સ્વપ્નોમાં આવીને આ બધી ખોટી ટેવથી દૂર રાખશે
0 comments:
Post a Comment