એક ગામમાં ભરવાડ રહેતો હતો, તેને ઘણી બધી ગાયો હતી. દરરોજ એ
ગાયોને ચરાવવા માટે છુટ્ટી મૂકી દેતો અને સાંજ પડે નજીકના મેદાનમાંથી શોધીને પાછી
પણ લઇ આવતો. આ એનો દરરોજનો ક્રમ હતો. આ
ગામની નજીકમાં એક જંગલ હતું. કેટલીકવાર ઢોર મેદાનમાં ચરતા ચરતા જંગલની નજીક પણ જતા
રહેતા.
હવે એક વાર એવું બન્યું, દરરોજની જેમ ગાય મેદાનમાં ચારો
ચરવા ગઈ. ચારો ચરતા કેટલેક દુર જંગલની નજીકના વિસ્તારમાં જતી રહી. કદાચ સંજોગો પણ
સારા નહિ હોય અને સાંજના સમયે નજીકની ઝાડીમાં બેઠેલા વાધની નજર આ ગાય પર પડી ગઈ.
વાઘને ગાયનો શિકાર કરવાનો લાગ દેખાઈ આવ્યો અને એ દોડતો ગાય પાછળ આવ્યો. ગાયને
અચાનક દોડતો વાઘ દેખાતા ફાળ પેઠી અને એ પણ દોડવા લાગી.
ગાય આગળ અને વાઘ પાછળ એમ બંને દોડી રહ્યા છે. દોડતા દોડતા
નજીકમાં નદીનો કિનારો આવ્યો અને એની નજીકમાં દલદલવાલુ કાદવ હતો. ગાયને પોતાનો જીવ
બચાવવાની એટલી જલ્દી હતી કે તેને ધ્યાનમાં આ નદીનો કિનારો આવ્યો જ નહિ એણે કિનારા
પરથી સીધુજ કાદવમાં કુદકો મારી દીધો અને હજી આગળ દોડતી રહી અને એક જગ્યાએ આવી
કાદવમાં ફસાઈ ગઈ. એટલી ખરાબ ફસાઈ કે આગળ પણ ના જવાય અને પાછળ પણ ન જવાય. બીજી બાજુ
સાંજનો સમય થવા આવ્યો હતો અને વાઘ પણ આ ગાયની પાછળ કાદવમાં કુદી ગયો એને લાગ્યું
કે બસ હવે ગાય કોઈ પણ રીતે નહિ જ બચી શકે. એ પણ ગાયની નજીક આવીને ફસાઈ ગયો. ગાયથી થોડે દુર વાઘ છે અને ગાય વાઘથી ડરી રહી
છે. વાઘે ગાયને કહ્યું જો ગાય હું વાઘ છુ. થોડાક સમયમાં હું તારો શિકાર કરી લઈશ.
હવે તારો જીવવાનો કોઈ સમય બચ્યો નથી એટલે નાહકનો ભાગવાનો પ્રયત્ન ના કરીશ.
ગાયએ જવાબ આપ્યો, વાઘ તે સાચું કહ્યું કે ભાગવાનો પ્રયત્ન
કરવો નક્કામો છે. વાઘ તને ખબર છે તું કેટલો બધો બળવાન છે? કે તને જોઇને બધા તારાથી
ડરે છે? અને એટલે જ તું હમેશા એકલો જ ફરતો હોય છે. તારે કોઈ માલિક કે ધણી નથી એટલે
એવું થશે કે હમણા રાત પડે એટલે મારો પાળક એટલે કે ભરવાડ મને ચોક્કસ શોધવા નીકળશે એ
તને અને મને અહિયાં શોધી જ કાઢશે પણ એ તને નહિ બચાવે પણ મને ચો ક્કસ બચાવીને લઇ
જશે. હવે તું રાહ જોઈ લે મારો પાળક આવશે થોડી જ વારમાં આવશે કેમ કે રાત થઇ ગઈ છે. તારું
મરણ અહિયાં કાદવમાં ફસાઈને જ થવાનું છે.
બસ થયું પણ એવું જ રાત પડી એટલે ( ભરવાડને )પાળકને બધી
ગાયોની ગણતરી કરી અને શોધતો આવ્યો. આ બાજુ વાઘને જોઇને એ સમજી ગયો કે શું થયું હશે?
એટલે એણે ગાયને કાદવમાંથી છોડાવી લીધી. પણ વાઘનો ગુસ્સો અને બુમબરાડાથી એણે વાઘને
ના બચાવ્યો. જો વાઘને બચાવતો તો ક્દાચ વાઘ એની ગાયને અને એ ભરવાડને ખાઈ જાત એટલે
વાઘનો અંત આવી ગયો.
મોરલ ઓફ ધી સ્ટોરી : હમેશા પોતાના પાળક પર ભરોસો રાખવો જોઈએ
અને નમ્રતા રાખવી જોઈએ ચોક્કસ ક્દાચ તમારી તાકાતથી લોકો ડરતા હોય પણ જ્યારે આવા
લોકો કાદવ દલદલ જેવી તકલીફમાં ફસાય છે તો કોઈ મદદ કરવા નથી આવતું, જેનાંમાં નમ્રતા
હોય અને જેને બીજાઓને મદદ કરી હોય એ જ લોકોને ઈશ્વર એના પાળક ( ભરવાડ ) થઈને મદદ
કરે છે.
0 comments:
Post a Comment