જીવન માં ઘણી બધી વાતો આપણા જીવન ને સ્પર્શી જતી
હોય છે. આમાં ની ઘણી બધી વાતો ખરેખર તમારા કે મારા જીવન માં ઊંડી આસાર પડતી હોય
છે. આજે હું અહિયાં એવી જ કોઈક ચોક્કસ વાતો ના ઉદાહરણ ધ્વારા તમારા મંતવ્યો ની
અપેક્ષા રાખું છુ.
શું આવી ખોટી ચાલતી પરંપરા ને મર્યાદા કેહવાય ?
કે સર્વત્ર ફેલાયેલી સામાજીક બદી જેને આ આપણી ભણેલી પણ અભણ પ્રજા સમજી શક્તિ નથી
...........
એક દિવસ હું રોજ ની જેમ
સમયસર કામ થી જઈ રહ્યો હતો એક ઉમરલાયક પણ લગભગ સપ્રમાણ શરીરવાળા એક ભાઈ એ મને હાથ
કર્યો ને રોકવાની નિશાની કરી. હવે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ રોકાય નહિ પણ કેમ
જાણે કેમ પણ મને આ વડીલ પ્રત્યે સામાન્ય લાગણી થઇ ને હું રોકાઈ ગયો. આ વ્યક્તિ એ
મને પૂછ્યું સાહેબ તમે ફલાણા ફલાણા ભાઈ ને ઓળખો છો. હવે એ વખતે મને ખબર પડી કે હા
આ ભાઈ તો મારે ઘણી દુરના ઓળખીતા વ્યક્તિ ના સ્નેહીજન છે. જ્યાં સુધી હું જાણતો હતો
આ વડીલ જેના પીતાજી હતા એ વ્યક્તિ એક સોફટવેર એન્જીનયર હતી ને ખુબ ઓંછુ મારે એને
મળવાનું થતું હતું. મેં વડીલને સાથે વાહન પર બેસાડ્યા ને ચોક્કસ મુકામ તરફ વાહન
હંકારવા લાગ્યો. હવે એમ થયું કે વાત કરતા જાણવા મળ્યું કે આ ભાઈ એક સારા કુટુંબ
માંથી આવે છે ને પરદાદાની ઘણી બધી મિલકત હતી પણ જેમ સમય જાય છે ને રાજાઓ ના દરબાર
નથી રેહતા ને જમીનદારો ની જમીન નથી રેહતી તેમ આમની જહોજલાલી જતી રહી ને હવે આ ભાઈ
ના સગા ભાઈ એક સામાન્ય વ્યક્તિ તરીકે કોઈ સ્કૂલ નું સંચાલન કરે છે. ને ભાઈ મીલ માં
કામ કરતા હતા ત્યારે સારી આવક હતી પણ સુખ પછી દુખ એમ મીલ બંધ થયી ગયી અને ૪૦ વર્ષ
ની મહેનત નો પૈસો એ કોઈ સરકારી વકીલ જે કેસ લડી રહ્યો છે એને ભરોસે પડ્યો
છે....... અને કદાચ એક દિવસ કદાચ એ વકીલ લાચ લઈને આ બધા મિલ મજુરો ની મૂડી ખાઈ જશે
અને જે કેસ ચાલે છે તે હારી ને મિલ માલિક ના લાચમાં મળેલા પૈસા લઈને વિદેશ માં
ભાગી જશે.
સામાન્ય રીતે કોઈ વ્યક્તિ આટલું મન ખોલી ને બોલતી
મેં કોઈ દિવસ જોઈ ન હતી પણ કદાચ આ વડીલ મન થી ભરાઈ ને ઘરે થી નીકળયા હતા. તેમજ મને
આમની વાતો પરથી એવું પણ ના લાગ્યું કે એમનો ઈરાદો કોઈ દારૂડિયા ની જેમ આવી વાતો
કરી ને પૈસા પડાવવાનો હોય... મેં બસ શાંતિ થી આમની વાત સંભાળે રાખી.
વડીલ ના કહ્યા મુજબ “ બેટા કોઈક દિવસ હતા જયારે
આપણે પણ કોઈ ની બીક વગર મોટરસાઇકલ લઇ ને નીકળતા હતા ને હા એ વખતે ચોક્કસ ખિસ્સા
માં રૂપિયા ૫૦૦ થી ઊંચા ન હતા પણ જીવન એવું જ છે આજે જયારે સાઈકલ લઈને નીકળું છુ
તો પણ મારી મહેનત ના પૈસા છે. સાચું કહું બેટા મારો પોતાનો બાબો મહીને ૨૦૦૦૦ કમાય
છે પણ કોઈ દિવસ મેં એને એમ નથી કહ્યું કે ભાઈ બાઈક ઘરે પડ્યું છે તો પેટ્રોલ ભરાવી
ને મૂકજે ( કારણ એમ છે કે જે હાથે ફક્ત આપવા નું જાણ્યું છે તેના થી હાથ ફેલાવતા
કેમ ચાલે..) એમ કરતા શરમ જ આવવાની અને હા ભાઈ પોતાની મેહનત ના પૈસા હતા તો મેં
વાપર્યા છે પણ હોય ભાઈ જે પૈસા ની જરૂર માં મેં જીન્દગી ઘસી ને મેહનત કરી કે જેથી
થોડા પૈસા જે મળે એનાથી અભ્યાસ કરી શકું અને જે પૈસા ની ઉણપે કે જેના કારણે કદાચ
કોલેજ નો અભ્યાસ હું ના કરી શક્યો તો અત્યારે મારા દીકરા એ કમાયેલા ને એના શોખ માં
કે કામ માં આવનાર પૈસા ની અપેક્ષા કેમ કરી ને રાખું. એમ કરતા શું મારી મર્દાનગી ના
લજવાય ???
હવે આ સમયે મારું મન ચકડોળે ચડ્યું કે મને ઘણા
બધા સીરીજ્બંધ ચિંતનાત્મક વિચારો આવ્યા.
૧) શું પૈસા જે આ ભાઈ એ એના દીકરા પાસે ના માંગયા
એ શું ખરેખર બરાબાર નો વ્યવહાર છે?
૨) શું આને ખોટી મર્દાનગી ના કેહવાય ? આથવા આ વડીલ ની વાત સાચી છે કદાચ હમેશા પોતાના
બાળક ને રમાડનાર હાથ જે કોઈ કારણસર અપંગ બની ગયા છે એના જેવી સ્થિતિ ઉત્પન્ન થાએ
છે ને કોઈ પણ વ્યક્તિ આવી મુંઝવણ કદાચ
અનુભવી શકે?
૩) શું વ્યર્થ જ આ વ્યક્તિ પોતાના ઘર ની અંદર આ
તારું આ મારું જેવી પરંપરાગત રીજીડ વિચારશ્રેણી ધરાવે છે?
સામાન્ય રીતે દરેક સામાન્ય અને મિડલ ક્લાસ ઘર માં
આવી વિચાર શ્રેણી હોય છે ?
નીચે મેં ઘણું બધું લખ્યું છે પણ એ પેહલા હું
તમને એક મંતવ્ય આપું છુ.
1) કેમ આ વડીલ એમ નથી કેહતા કે ( એમના પુત્ર ને ) બેટા
આત્યાર સુધી મેં ધસેડો કર્યો તો હવે તું તારી જવાબદારી નિભાય. કેમ મેં તને જમીન પર
ચાલતા સીખાવ્યુ, કેમ તને શિક્ષણ આપ્યું કેમ કે એ મારું કર્તવ્ય અને જવાબદારી હતી
જે મેં નિભાવી છે તેમ તારે પણ નિભાવવી પડશે. તારી માં ને સમગ્ર પરિવારે, આ સમાજે
તને જે મદદ કરી એમાં એમનો પણ હાથ છે તારે હવે બધું સંભાળવું પડશે. માટે સમજદાર થા
ને બધા ને સરખો બની ને સમાજ માં એક નવું નામ ઉભું કર કે જે તારું કર્તવ્ય છે જે
મેં ના કર્યું તે તું કરજે ને બધા ને મદદ કરજે સંકુચિત માનસ નો ના થતો કદાચ મારી
પાસે એટલી ત્રેવડ નહતી આથવા પ્રકૃતિ એ મને મોકો ના આપ્યો પણ તું બધાને સમજી ને
નિર્ણય લેતો થા. અને જરાપણ સ્વાર્થી ના થતો કારણ કે મેં તારા માટે મારો સ્વાર્થ
જોયો નથી તો એક પિતા ની અપેક્ષા પર પુરો ઉતર ને આજથી ઘર ના બધા નો ખ્યાલ રાખજે બધી
બાબતો એક મોટા દીકરા તરીકે હું તને સોપુ છુ.
૨) “ એમ કરતા શું મારી મર્દાનગી ના લજવાય ??? “ આ કેહવા પાછડ નો હેતુ સામાન્ય છે કદાચ આ પિતા
સાચું કહે છે કે પૈસા માંગતા એમને શરમ આવે આથવા ઉમર પ્રમાણે અને જૂની વીચાર શ્રેણી
પ્રમાણે કદાચ એ વિચાર એમને નથી આવતો. આ જગ્યા એ વિચાર શ્રેણી વિદેશીઓ જેવી હોવી
જોઈએ કારણ કે ૧૮ વર્ષ પછી બાળકો ને જુદા કરીને નોકરી કરાવવો નો અથવા ચોક્કસ જોડી
માટે ડેટિંગ કરાવવાનો હેતુ પણ બાળકો મેચ્યોર્ડ થાએ ને સમજદાર થાએ એનો જ હોય છે. આ
પરંપરા આપણા સમાજ માં નથી. કદાચ આપનો સમાજ લાગણીઓ ના તાનાવાના થી એવો બંધાયો છે કે
આ પ્રમાણો ને માપદંડો ને ફરીથી સુધારવાની જરૂર છે, કેમ?, જો જે સમાજ માં એક ભાઈ
ભોજન કરે ને બીજો એને ખાતા જુએ શું એ બરાબર છે? જેમ આજકાલ કોઈ પણ કમ્પની માં જુઓ
તો આવા માટે સમય છે પણ જતી વખતે કામ માટે બેસવા નું કહે તો બેસવું પડે છે અને ઈ પણ
કોઈ શરતો વગર કે એક્સ્ટ્રા ની ડીમાંડ કાર્ય વગર પછી છોય ને કેહવાતું હોય કે ૮ કલાક
પછી બેસવા કલાક પ્રમાણે ની વેતન ની જોગવાઈ છે. આપણે જાની જોઈ ને હરામખોરી ની ટેવ
પડીએ છે કેમ જલ્દી કામ પતી જાયે તો કોઈ એમ નથી કેહ્તું કે ભાઈ ચાલો આજે રજા આરામ કરો તમે વધારે મેહનત કરી ને
સમય પર કામ પતાવી નાખ્યું તમારો આભાર આથવા એમ કે ભાઈ તમે બે દિવસ નું કામ કે પછી
બીજા સાથે ના ભાઈ નું કામ પણ કરી આપ્યું તો તમને વધારે પગાર કે વેતન મળશે. આ બધી
વાતો બધા સમજે છે પણ આ પરંપરા આથવા ગુલામી કે પછી સામાજિક બદી જ રહીં ગયી છે.
( there are still more options and answers for this I invite
if anybody feels that there are good options for that )
માનવી જીવન માં ઘણી બધી અદ્રશ્ય વાડો ઉભી કરે છે
અને પછી મુંઝાયા કરે છે.
હવે હું એમ વિચાર કરું છુ કે આવું કેમ મિત્રો, શું
ખરેખર પાસે પડેલી તકો આપણે ફક્ત આવી વિચારશ્રેણી ને લીધે છોડી દઈએ છે. આપનો સમાજ એ
એવો થઇ રહ્યો છે કે કદાચ પલાસટીક ની કોઈ વસ્તુ ખરીદવામાં કે ઇલેકટરોનીક વસ્તુ
ખરીદવામાં જેટલો ભાવતાલ નથી કરતા એટલો આપણે કોઈ શાકભાજી વાળા પાસે કે ફ્રુટ ની
લારી પર જઈને કરીએ છે. કદાચ તમે જુઓ તો કોઈ લુખ્ખો હફતો ઉઘરાવે ત્યારે માથાકૂટ નહિ
કરે કે પછી કોઈ પોલીસ વાળો જબજસ્તી નો દંડ ઉઘરાવે ત્યારે કશું ન બોલનારી પ્રજા કે
પછી કોઈ નામચીન ગુંડા ને સંયુક્ત રીતે વોટ આપી ને નેતા નો સફેદ જામો પેહરાવનારી
પ્રજા સામાન્ય રસ્તા પાર કદાચ ભૂલ થી કે જરાક આકસ્માત જ વાહન અડી જાયે ત્યારે કોઈ
ને મારતા આથવા ખુન સુધી કરવાની રાહ નથી જોતી અને ખુન્નસ તો તમે જોવી હોય તો કોઈ
સુંદર છોકરી ની પોતાની ભૂલ ને લીધે થતા એક્સીડેન્ટ માં જોવું ભલા કેટ બધા છોકરી ના
સ્નેહીજનો જોવા મળે છે. આ પ્રજા ને કદાચ પૂછવા માં આવે કે ભાઈ વોટ આપવા માટે રજા
મળી ત્યારે તમે વોટ આપવા કેમ ના ગયા કે પછી પેલો લુંક્ખો જે દરરોજ રીક્ષા વાળા
પાસે હફતો પડાવે છે તો તમે કમ્પ્લૈન કેમ નથી કરતા. પેલો ગલ્લા પર ઉભેલો ગુંડો જે
દરરોજ સારા ઘર ની છોકરી ને છેડે છે ને તમે મઝા લઇ ને જુઓ છો ત્યારે કેમ તમારી અંતર
આત્મા નથી જાગતી તે એક્સીડેન્ટ વાળા બિચારા ને મારી ને અને જે બાકી ના લોકો જે એ
બિચારા નો પડેલો સમાન ચોરી કરવા દોડી આવે છે ઈને મદદ કરવા ની જગ્યા ઈ પેલી મોટા
ઘરની અને છોકરી હવાનો દાવો કરી ને હેલ્મેટ વગર સ્કોટી ચલાવનારી વંનથે લી ગાય ને
મદદ કરવા જાઓ છો.
આ બધા પ્રસંગો હું માનું છુ તેમ બધા જાણે જ છે તો
પછી કેમ આ ભણેલી ને ગુજરાત ને પ્રોગ્રેસ્સીવે રાજ્ય સાબિત કરનારી ને મોટા મોટા
થપ્પા ( Thappa ) મારી ને સસ્તી વસ્તુ ને મોંઘી કરનારી પ્રજા
( as we say this is the best place to have junk food then it increases its
prices ) જે સૌથી આમીર ર્રાજ્ય બનવા તરફ ભાગી રહી છે એમાં થોડા સમય પછી સમૃદ્ધ
નહિ પણ આવા બધા કેહવાતા નામાંરડો નું રાજ્ય હશે ને આવી વિચાર શ્રેણી કદાચ બધા ને
હેરાન કરશે.
આપની આજુ બાજુ જુઓ કેમ હજી આપણે એવું વિચારી
એ છે કે માસ્ટર ડીગ્રી હોય તો આથવા ઉંચી
ડીગ્રી હોય તો વ્યક્તિ ને આભીવ્યક્તિ કરવા નું લાઇસન્સ મળે. બાકી ના બધા છોય ને
બુદ્ધી વાળા હોય તો પણ મુરખ અથવા મંદબુદ્ધિ છે.
શું કોઈ વિદ્યાર્થી એ પાસ થાય તો જ આથવા ઈ કોઈ
ચોક્કસ ડીગ્રી લાવે ને પર્સેનતેજ લાવે તો જ ઈ સાચો? શું કોઈ વાત ને ચોક્ખી ને સીધે
સીધી કેહનાર ની આહિય કોઈ કિંમત નથી?
આપણે જે પરીક્ષા લઇએ છે ને જેમાં મોટા ભાગે
શેઠીયાઓ ના બાળકો ચોરી કરી ને મોટા મોટા સરટીફીકેટ લાવે છે આથવા કદાચ આપણા દેશ માં
પાસ ના થતા હોઈ ને વિદેશ માં જઈને ગ્રેડીંગ સિસ્ટમ માં જઈને ડી ગ્રેડ સાથે પાસ થઇ
ને બુમો મારે કે ભાઈ મારો છોકરો વિદેશ માં જયી ને ડીગ્રી લઇ આવ્યો. પછી છોય ને ઈ
ગમે તેમ લાવ્યો હોય ને એના પછી એ દેશ ની જે તે અભ્યાસ કેન્દ્ર ની માન્યતા એ જ દેશ
ની સરકારે બીજા વરશે બંધ કરી દીધી હોય.
અરે આપણે કઈ રીતે આ બધી વસ્તુ ને મૂલવી એ છે આ
બધી વસ્તુ નું કે વાતો નું કોઈ માપદંડ નથી?
પ્રશ્ન થાએ છે કેમ ? જવાબ છે “ કોઈ પણ સમયે માનસ નો વિકાસ ચોક્કસ
હોતો નથી કદાચ પરીક્ષા માં બેસનાર વિદ્યાર્થી ની શારીરિક અથવા માનસિક અથવા સામાજિક અવસ્થા બરાબર ના હોય તો એ
પરિણામ ને ચોક્કસ કયા અર્થ માં કહી શકાય. મિત્રો શું કોઈક ચોક્કસ વિદ્યાર્થી બધી
પરીક્ષા માં એક સરખો સળગ સમાન પરિણામ લાવી શકે અને જો લાવે તો પણ બીજા વિદ્યાર્થી
ની સાથે મૂલ્યાંકન માં જે તે વિષય નું પેપર ચેક કરનાર એક જેવા હોય છે કયી જગ્યા એ
માપદંડો ચોક્કસ છે, કદાચ ઉત્તર ચેક કરનાર જ બરાબર નથી હોતા. ઘણી વખત જેમ ગુજરાતી
માધ્યમ ના પેપર ચેચક કરનાર ને અંગ્રેજી માધ્યમ નું પેપર ચેક કરવા આપે એવું હોય છે.
અરે માણસ સામાન્ય છે કે માનસિક રોગી છે એ બતાવવા માટે ના પણ કોઈ ચોક્કસ માપ દંડ
નથી. કેમ , સીગ્મડ ફ્રોઈડ જે માનસિક રોગી માટે ને પુસ્તક લખે છે ને એસેસમેંટ આપે
છે એ ભાઈ ને પોતે બસો ને પંચાવન જેટલા રોગ હતા તેમજ આલ્બર્ટ આઈન્સટાઈનને આપેલી
ફોર્મુલા ને પારખીને તેને સંપૂર્ણ કરનાર કોઈ નથી તેમ તે સંપૂર્ણ સાચી હતી તે
અધૂરું સત્ય જ છે ને આપણે કહી શક્ય કે મોટા ભાગ ના જીવન માં સંપૂર્ણ સત્ય ની સાથે
આપણે જીવતા નથી. જેમ નીલ આરમ્સ્ત્રોંગ ચંદ્ર પાર ગયા ને એનો પુરાવો આપ્યો પણ એ
સાચો છે એમ કઈ રીતે કહી શકાય જયારે નીલ આરામ્સ્ત્રોંગ ને ફક્ત એ બતાવવા માટે કે
આમારી પાસે વધારે સારી ટેકનોલોજી છે આથવા આમે મહાન છે તે બતાવવા માટે જમીન પરથી
શૂટિંગ કરી ને બતાવ્યુ હોય તો કોને ખબર પડવાની કોણ જાતે ચંદ્ર પાર જઇ ને જોવવા નું
છે કે હા ભાઈ આ આનાજ ચરણ કમળ (it’s his only foot prints ) છે.
આટલું બધું કેહવાનો મારો આર્થ એટલો જ છે કે ભાઈ
માપદંડો અને પરંપરાઓ હમેશા ત્તાથ્ય પ્રમાણે નથી હોતા એટલે દરેક ને વિચારી ને અને
જુદા જુદી રીતે જોનાર કંઇક નવું કરે છે આપને પોતે કહીએ છે કે આધુરું જ્ઞાન એ
નકામું છે તેમ જો ચીન્તાનાત્મકતા કે સામાજિક રીતે પછાતતા સમાજ ને કુંભાર જેવો ઘાટ
આપવા નું કામ કરે છે.
કદાચ આટલું કાર્ય કારયા પછી તમે એમ વિચારો કે
મારું આટલું વિચારવાથી શું થવા નું છે આથવા કોની પાસે આવો ટાઈમ છે આથવા મારા એકલા
ના વિચાર થી શું થવા નું છે તો કાઢી નાખજો કારણ કે જો જમીન પાર પડતા એક અપ્પ્લે
ન્યુટન ને ગ્રેવીટી આપી ને પ્રખ્યાત કર્યો તો એક નાનકડો પણ સારો વિચાર તમારા જીવન
ને ધન્ય કરી શકે છે.
મેં પેહલા કીધી એમ જો તમે કોઈ ટેલેન્ટ પ્રોગ્રામ
માં આવનાર નમુનાઓ ને જોઈ ને હંસો તો એમ પણ વિચારો કે આમાંથી જ કોઈ એક તમારો ચાહિતો
કે લાડીલો કલાકાર થશે કે જેને આવો કોઈ વિચાર કરી ને મજાક ની પરવા કરયા વગર એ મુકામ હાંસેલ કર્યો છે. પણ આપની આંખો
લોકો ની ભૂલો જોવાથી ને સારી વસ્તુ ગ્રહણ કરવા ટેવાયલી જ નથી એટલે આપણે બસ ઘરે બેસી ને હંસી શકીએ છે.
0 comments:
Post a Comment