Searching...
Monday, 10 December 2012

એક સંસ્થા માં માર્કેટિંગ માટે

વાર્તા ની શરૂઆત માં જ હું તમને જાણવું છું કે આ બસ મિત્રો સાથે સારી વાતો વહેચવા છે માટે બસ સ્મિત વેરો ને યાદ કરતા રહો ...

જરી પુરાણી અને અજબ વાત છે એક સંસ્થા માં માર્કેટિંગ માટે એટલે કે ચોક્કસ રાતના સમયે શહેરમાં થાંભલા અને દીવાલ પર અલગ અલગ માર્કેટિંગ ને લગતા ચોપાનીયા ને ભીતપત્રો લગાવવા હવે આ લોકો ને નવા છોકરા ની જરૂર હતી જે આ કામ સારી રીતે કરી શકે તેમને જાહેરાત આપી ને માણસો મુક્યા થયું એવું કે અમુ
ક લોકો ને બસ પૈસા ની જરૂર હોય છે એટલે કામ ના કરે પણ બસ વેઠ ઉતારે ...... એમ પણ વ્યકિત નું મન ચંચળ હોય છે અમુક નું વધારે તો અમુક નું ઓછું અમુક બસ મોઢા બનાવી ને બેસી રહે ને અમુક ને કહીએ કે " મન મેં લડ્ડુ ફૂટા " જેવું થાય અહિયાં એવું થયું કે માર્કેટિંગ માટે છોકરા નો નક્કી થઇ ગયા, કામ એવું હતું કે બસ ફોટા કે બેનર લગાવવાના છે પછી ગુંદર ને ફેવિકોલ હોય ને મોટા મોટા ફોટા હોય જે સારા એવા પ્રમાણમાં બંડલ માં હોય બધા લોકો રાત્રે જાય ને લગાવી આવે એટલે જ્યાં સુધી કામ પૂરું ના થાય ને અમુક પ્રમાણ માં ફોટા કે બેનર નો સ્ટોક ખાલી ના થાય આ લોકો એ કામ કરવું પડે એટલે અમુક ને બીચારા ને ઊંઘ આવતી હોય ને કામ કરવાનું થાય એટલે ભાઈ મઝા ત્યાં આવે કે આ લોકો તે ચોપાનીયા જે જગ્યા મલે ત્યાં નાખી દે પછી એ કોઈ ના એર કન્ડીશનર હોય કે કોઈક ખાલી ઘરનો ખાંચો કે પછી બીજું .....જેમ કે ગટર ખુલ્લી ને ખાલી નવી બનતી ગટર ...... બસ આ લોકો નું કામ બની ગયું ...... થયું એવું કે એક દિવસ સંસ્થા ના માલિક ને ફોન આવ્યો ......
માલિક : હલો, જી કોણ ?
સામે નો વ્યકતી : ઈ કોણ બોલે સે .... આઈ થી મુલજી (ખોટું નામ છે ) ભાઈ બોલતો
માલિક : હા ભાઈ બોલો શું કામ હતું
સામે નો વ્યક્તિ : સાબ હું ફાલાણી જગા નો સુધરાઈ ખાતા નો સુ તે તમે જ "અબક " ના માલિક છો
માલિક : હા નામ તો મારી જ સંસ્થા નું છે બોલો
ગટર વિભાગ : ભાઈ તમે આ બધા પ્લાસ્ટિક ને કાગળ ગટરમાં કેમ નાખો છો જાહેરાત માટે બીજી જગ્યા ના મળી
માલિક : અચંબા માં, શું શું થયું છે વિસ્તાર થી કહો
અરે તે કે તમારા માણસો એ ગટર માં જાહેરાત ના ચાર મોટા મોટા બંડલ ઉતારી દીધા સે તે ઈમાં અમારી ત્રણ મશીન બંધ થઇ ગયી સે
આવીને દંડ ભરી દિયો .....

માલિક : શું વાત કરો છો કોને કર્યું આવું
સામે તો ભાઈ : અરે ઈ તો આ મશીન ના ચાલી ( બિચારા એ ત્રણ મશીન બદલી )પણ તે આખરે માંનસ ને ગટર માં ઉતારવો પડ્યો બિચારા ને ઈની તો તબિયત બી ખરાબ થઇ ગયી સે ( પછી તોછડાઈ થી ) તે અલ્યા હરામી આવી જા જલ્દી ઇયા તે આયી ને જોઈ લે. તારે લીધે એ મરવા પડ્યો છે...
માલિક ચિંતા માં : ક્યાં આવવાનું છે ...
સામે નો વ્યક્તિ : જો ઓલો મરી ગયો તો જેલ માં ને નહીતો આહિયા જોવા માટે .....આય અહિયાં ને તારી હિરોઈન વાળો ફોટો જોઈ લ્યે એમ ના એમ છે ગટર નાં પાણી થી પણ કોઈ ફેર ની પડ્યો ....

ટૂંક માં જે છોકરા ઓ પોતાની મહેનત બચાવવા માંગતા હતા એમને ખોટી રીતે ગટર માં સાથે નાં લોકો ની નજર ચૂકવી ને બધા કાગળ ગટર માં આખા દોરી સાથે ઉતારી દીધા હતા ને જલ્દી માં દોરી ના ખોલવા ને કારણે આ કાગળ ગટર માં આવરોધ ઉત્પન્ન કરી રહ્યા હતા ને બીજી બાજુ એક સામાન્ય મજુર કે સુધરાઈ કર્મચારી એનો બદલો પોતાના જીવન થી આપી રહ્યો હતો આ કચરો સાફ કરતા તેને ગટરમાં થતા ગેસ ને લીધે મૃત્યુ થઇ શકે તેમ હતું ... જીવન માં આવી પણ બ્લેક કોમેડી જોવા મળે છે મારા મિત્રો ... કદાચ આપને જાણીએ કે ને જાણીએ તો પણ ઘણી વાર આપને આજુ બાજુ બનતી ઘટના ઓં માટે પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ રીતે જવાબદાર તો છીએ જ કેમ કે જેમને આપ વોટ આપો છો તેમને એની પડી નથી પછી આ લોકો દેશ કે રાજ્ય ની અધોગતિ કરી ને લોકો ને બેરોજગાર કરે છે અથવા આપના કે મારા ટેક્સ ના પૈસાનું દુરપયોગ કરે છે
આનાં થી જે લોકો ને પોષણ કે શિક્ષણ કે હોસ્પિટલ ની સેવાઓ મળવી જોઈએ તે મળતી નથી છેલ્લે તે ભણેલા છોકરાઓ કમને આવું જ કામ કરવાના છે કેમ કે જબરજાસ્તી કે મજબૂરી થી બસ વેઠ જ ઉતરે છે કામ તો થઇ જ રહ્યું ભાઈ લોકો ... એટલે જ આપને સાચા ને ચોક્કસ ઉમેદવાર ને વોટ આપવો જ જોઈએ મારે શું કે પછી એમ કહીએ કે બધા જ ગુંડા છે તો પણ સારો વિકલ્પ તમે જાતે શોધી શકો એ તમને ઈશ્વર એ બુદ્ધિ આપી છે તો આપનો સમજદાર વર્ગ આ માટે જાગૃત કેમ નથી પછી લોકો આવા લેખ વાંચી ને એ શોધવા કે આક્ષેપ કરવા પ્રયત્ન કરે કે ક્યાં આવું થયું કે હસી ને કે કે જોરદાર વારતા લખી એ જરુરી નથી પણ કેટલી વાત મો અર્થ તમે સમજ્યા એ જરુરી છે.... માટે દોસ્તો તમે વોટ કરવા જરૂર જજો નહી તો જેમ પ્લેટો એ કીધું છે " જે પોલીટીક્સ માં નથી ઉતરતું એને એના થી ઉતરતી કકશા ના વ્યક્તિ ની વાત માની ને ચાલવું પડે છે આજ ની આપણ લોકો ની સ્થિતિ આવી જ છે જેને કશું ખબર નથી તે નેતા છે ને દેશનું બજેટ આવા લોકો જ આપે છે .........

વાર્તા ના પાત્રો કાલ્પનિક છે સંસ્થા પણ કાલ્પનિક છે જો કોઈ પણ રીતે તમે એને સરખાવો ને વિચાર કરો તો એના માટે હું દિલગીર છું કેમ કે આવી કોઈ સંસ્થા કે વ્યક્તિ નથી

0 comments:

Post a Comment

Search This Blog

Subscribe via email