Searching...
Monday 10 December 2012

એક નગર શેઠ રેહતો હતો

સ્મિથના બ્લોગ માંથી એક નવી વાર્તા 

જેમ પેહલા વાર્તા મા કીધું તેમ આ બસ વાર્તા છે ને કોઈ પણ વ્યક્તિ કે પ્રેદેશ કે સંસ્થા ને લગતી નથી જેથી કોઈ ને એવું લાગે તો એના (વ્યક્તિ કે સંસ્થા ના ) એ ભોળપણ માટે હું દિલગીર છું .

હવે આ વાર્તા જે હું રજુ કરી રહ્યો છું તે મેં કોઈક પ્રસંગે વ્યક્તવ્ય માં સાંભળેલી છે મને લાગ્યું કે કદાચ તમે પણ સાંભળી હોય કે પછી નહિ તો એક વાર વાંચવાલાયક ખરી .....

એક જુના નગર માં એક 
નગર શેઠ રેહતો હતો એની પાસે સારું એવું ધન હતું અને આ શેઠ ને મોંઘી ને સુંદર વસ્તુ નો ઘણો શોખ હતો તે હમેશા નવી નવી ને બેનમુન વસ્તુ નો સંગ્રહ કરતો ને આમ ને આમ તેની પાસે ઘણી બધી વસ્તુ નો સંગ્રહ થઇ ગયો તેમાં પણ એની પાસે ની વસ્તુઓં માંથી સાત ફૂલદાની એની સર્વે શ્રેષ્ઠ પસંદ હતી તે આ ફૂલદાની ને પોતાના જીવની જેમ સાચવતો ને બહુ સારી રીતે વ્યવસ્થિત રાખતો પણ હવે આ નગર શેઠ હતો એટલે કામ પણ ઘણું બધું રેહતું તેથી આ ફૂલદાની ને સાચવવા માટે તેને નગર માં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ આ નગર શેઠ ને ત્યાં જઈ ને સાફસફાઈ કરશે તેને સારી માતબર રકમ એના સેવાકાર્ય ના મહેનતાણા પેટે મળશે. પણ બીજી પણ એક શરત હતી તે જયારે વ્યક્તિ જોડાય ત્યારે તેને જણાવવા માં આવતી. હવે ઘણા બધા આવ્યા ને એમાંથી લાગતા વળગતા સારા વ્યક્તિ ને આ શેઠે કામે રાખ્યો .. શરતો બતાવવામાં આવી કે ભાઈ જો આ શેઠ નો વસ્તુ ઓ નો ખંડ છે જેમાં બધી વસ્તુ ને ચોક્કસ રીતે સાફ કરવી ને બહુ જ ધ્યાન પૂર્વક રાખવી. જો એક પણ વસ્તુ ને નુકસાન થાય તો તારે જીવ આપવો પડે એવી શરત છે મંજુર છે ....હવે લાલચ એવી હતી ને આ વ્યક્તિ ગરીબ હતો. એટલે વ્યક્તિ કામ કરવા લાગ્યો જેમ શરુ શરુ માં થાય છે તેમ આ બહુ ચીવટ થી વ્યવસ્થિત રીતે કામ કરતો બસ એક વાર કોઈક જોવા આવ્યું પણ કશું નવું ના બન્યું એટલે આ ભાઈ ને તો જલસા પડી ગયા કેમ કે કોઈ જોવા આવતું નહિ ને બસ એમ જ ઘટના ક્રમ ચાલતો ......ધીમે ધીમે આ ભાઈ નું મન કામમાં લાગતું નહિ કેમ કે કોઈ જોતું ન હતું પછી શું ... એક બાજુ પૈસા વધારે ને કામ ઓંછું ને જોનાર તો કોઈ નહિ એટલે એ બે દિવસે વસ્તુઓ સાફ કરતો .. પછી વધારે પૈસા વધી પડ્યા એટલે નશા ની લત લાગી પછી તો કેહવું જ શું બસ કામ પર આવે ને ઊંઘી જાય .......

એક દિવસ થયું એવું કે આ ભાઈ રોજ ની જેમ નશો કરી ને કામ પર આવ્યો ને બસ થયું કે યાર બહુ દિવસ થી સાફ સફાઈ નથી કરી લે ને થોડું કપડું મારી દેવા દે.......... હવે આ ને હોશ તો હતા નહી ને ભાઈ લાગ્યો સાફ કરવા એ થયું એવું કે નસીબ ખરાબ ને ભૂલ થી એક ફૂલદાની ને સફાઈ ના કપડા નું સહેજ ધક્કો વાગ્યો ને એ પડી ગયી ...એ સાથે જ આ ને શરત યાદ આવી ને આનો નશો ઉતરી ગયો પણ એને થયું કે આવી બીજી લાવી ને ચુપ ચાપ મૂકી દિયે ક્યાં ખબર પડશે હવે આ જે વસ્તુ હતી તે ફૂલદાની ચીન ના કોઈ ચોક્કસ કારીગરે બનાવી હતી ને એના જેવી બીજી એક પણ ના હતી એટલે આ દુખીયારો આવ્યો ને પોતાના નસીબ ને રોવા લાગ્યો આ બાજુ એવું થયુ કે આ પ્રાંત નો રાજા આ શેઠ ના ઘરે મેહમાન બની ને આવવા નો હતો તેથી શેઠ મુલાકાત લેવા આવ્યા ને જોયું કે આ શું બધું ગંદુ ને પાછુ એમાં પણ આ ભાઈ દારૂ એટલે કે મદિરાપાન કરી ને પડેલો...... બસ નક્કી થઇ ગયું કે ભાઈ આને ફાંસી એ ચડાવો ....હવે ફાંસી નો દિવસ હતો આ ભાઈ ને ફાંસી ની તૈયારી હતી ..રીવાજ મુજબ અને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી આને કહ્યું નામદાર મને નાનપણ થી લાઠી ના કરતબ કરવાનો શોખ છે જો તમે કહો તો મારી ઈચ્છા પૂરી કરી લઉં .. આ બાજુ શેઠ ને થયું કે લાઠી મારી ને ભાગી તો ના જાય કારણ કે સેવકો બહુ
બધા છે ને બીજી બાજુ હવે બિચારા ની છેલ્લી ઈચ્છા છે તો એ બાકી રાખી ને કોઈ ફાયદો નથી ... એટલે આને લાઠી આપવા માં આવી આને લાઠી વિન્ઝ્વાની શરુ કરી ને કરતબ કરતા કરતા ભાઈએ મુકેલી જેટલી વસ્તુઓ હતી તે ફૂલદાની સાથે તોડી નાખી કોઈ એને પકડે એ પેહલા બધી ફૂલદાની ઓ ને અન્ય વસ્તુ આ ભાઈ તોડી ચુક્યો હતો

શેઠ અત્યત ગુસ્સે થયા એને કીધું કે આવું કેમ કર્યું મુર્ખ તને ખબર છે એ કેટલી મોંઘી હતી .... આ ભાઈ એ જવાબ આપ્યો સાહેબ જેટલી મોઘી એ હતી એટલી જ એ મનહુસ હતી કદાચ મારા બાદ પણ તમે અન્ય વ્યક્તિ ને રાખતા તે કદાચ મારી જેમ ભૂલ કરતો ને તમે એને પણ આ માટી ની ને પત્થર ની બનેલી ફૂલદાની ને વસ્તુ માટે મારી નાખતા તેથી કદાચ અન્ય વ્યક્તિ નું જીવન બચાવી ને મેં કદાચ પ્રાય્શ્રીત કર્યું છે જેથી કમ સે કમ હું મારું જીવનનથી બચાવી શક્યો પણ અન્ય નું જીવન બચાવીશ જે મારી જેમ ગરીબ થઇ ને લાલચ માં ના ફસાય ને આવું કશું અઘટિત ના બને શેઠ ..... આ વાત આવનાર રાજા સુધી ગઈ ને રાજા પોતે આ વ્યક્તિને મળવા આવ્યો એને આ વ્યક્તિ ને ભાઈ ને પોતાની ભૂલ મેહનત કરી ને સુધારવા ને ફરીથી સારું જીવન જીવવા માટે કહ્યું ને એને સજા થી દુર કરયો.

અહિયાં પ્રશ્ન એ થાય છે કે શું આપને જીવન માં એવા ઘણા લોકો મળ્યા હશે જે બસ આવી કીમતી વસ્તુ ની કે પૈસા ની સંગ્રહ ખોરી જે કરતા હોય છે પછી એવું થાય કે પૈસા ની એમને એટલી બધી સંખ્યા ના ભારોત્રી થઇ જાય કે બસ પૈસા નું મૂલ્ય ના રહે પણ એ બીજા ને એક પૈસો પણ નાં આપે ...આવા લોકો ને બસ પૈસો જ પરમેશ્વર હોય છે પછી એમની સામે તમે કદાચ કોઈ વ્યક્તિ ના જીવ ને મુકો તોપણ એમેને એની કદર નથી હોતી પણ જેમ કુદરત નો નિયમ છે તેમ છેલ્લે એવા વ્યક્તિ ના મૃત્યુ બાદ એ વસ્તુ ઓ કે પૈસો બસ બીજા પાસે જતા રહે છે ને જેને કદાચ ખ્યાલ પણ આ હોય કે જે પૈસા નો વ્યય થઇ રહ્યો છે તે પૈસા માટે કેટલા લોકો એ જીવ ખોયો છે કેટલા ને તડફડાટ થયો છે તે વ્યક્તિ આરામ થી તે પૈસા નો વ્યય કરતી રહે છે ... ટૂંક માં કહું તો " જે રાજકારણી ઓ પાસે પોતાની આવક સિવાય એટલે કે સરકાર ધ્વારા મળતા વેતન સિવાય કોઈ આવક ના હોય તે રાતો રાત મતદાન પત્યા બાદ કરોડોના માલિક બની જાય છે પછી એમના સગા વહાલા ને ઘર ના છોકરા નું તો પૂછવું જ શું ? "વગર મેહનતે પરીક્ષા માં ચોરી કરી ને પાસ .... પછી બાપની લાલ લાઈટ વારી ગાડી ને કોઈક પોલીસ ઓફીસેર ના છોકરા જેવી દાદાગીરી ને છેલ્લે સત્તા પરથી ઉતર્યા બાદ..... મારામારી માં એક નું મોત થાય છે આ છે ઘટના કર્મ જે સતત ચાલતો રહે છે વાચક મિત્રો બસ ફેર એટલો છે કે ઈતિહાસ ને કોઈ પ્રાધાન્ય નથી આપતું પેહલા પણ આવી ઘટનાઓ બની હતી, આજે પણ બને છે કારણ બહુ સામાન્ય છે જોઇને, સમજીને લાલચ માં કે પછી મજબૂરી માં લોકો બસ ઘટના કર્મ જોયા કરે છે અથવા તો લોકો માં આત્મા રહી નથી કે સ્વમાન રહ્યું નથી કે જો કોઈ ખોટું કરે તો રોકવું કે પછી બસ લાચાર બની રેહવું જેવું ભૂતકાળ માં ગુલામી માં થયું હતું જો જનતા હજી નહિ જાગે ને વોટ આપવા નહિ જાય તો ઉપર બતાવેલી ઘટના જેવી બીજી ઘટના અલગ રીતે ફરીથી થાયતો નવાઈ નહિ

કદાચ મારી ગુજરાતી વાર્તા મુકવાની શૈલી તમને અજુગતી લાગે પણ મને લાગે છે કે ફેસબુક નો ઉપયોગ પોતાની લખવાની હોબી પૂરી કરવા પુરતો છે મિત્ર........ આપનો મિત્ર સ્મિથ :)

0 comments:

Post a Comment

Search This Blog

Subscribe via email