Searching...
Monday 10 December 2012

એક ઉંદર તિરાડમાં થી કશું જોઈ રહ્યો હતો

વાર્તા ની શરૂઆત થાય છે સાઉથ આફ્રિકાના એક થોડાક લીલા પ્રદેશ માં ખેડૂત ના ઘરમાં એક ઉંદર તિરાડમાં થી કશું જોઈ રહ્યો હતો એ જોઈ રહ્યો હતો કે તેના ઘર માં ખેડૂત અને તેની પત્ની કશાક નું બોક્સ ખોલી રહ્યા છે જે કોઇક ગીફ્ટ જેવું લાગી રહ્યું છે. અને લાગ્યું કે આમાં કયી ખાવા ની વસ્તુ હશે .... જયારે એને બોક્સ માની વસ્તુ ની ખબર પડી ત્યારે એ નિરાશ થઇ ગયો કેમ કે એ ઉંદર ને પકડવાનું પીંજરું હતું.

ઉંદર પરોપકારી હતો એને જોર જોર થી બુમો મારીને અન્ય પશુઓને કેહવાની શરૂઆત કરી કે ભાઈ અરે ઓ ભાઈ અરે ઘર
 માં ઉંદર પકડવાનું પીંજરું આવ્યું છે ......
હવે મરઘો જે રસ્તા માં મળ્યો એ થોડીક ગરદન ખેંચી ને બોલ્યો " ઉંદર પકડવાનું પીનજરુ એમ..... તો તારે મારવાનો દિવસ આવ્યો છે તૈયાર થાઈ જા પણ બીજા લોકો ને કેમ બીવડાવે છે ઉંદર ને પકડવાના પીંજરા થી એમને શું ?.... અલ્યા એના થી કોને ફરક પડે છે ...... મને તો કોઈ ફેર નથી પડતો ભાઈ .......
હવે ઉંદર ભૂંડ પાસે ગયો ને એને કેહવા લાગ્યો કે " અરે ઘર માં ઉંદર પકડવાનું પીંજરું આવ્યું છે ......" ભૂંડ ને ગલાની થઇ ને એ કેહવા લાગ્યો હું દીલગીર થયો છું મારા મિત્ર પણ આમાં હું તમને કોઈ મદદ કરી શકું નહિ ..... હા હું તમારા માટે બનતી પ્રાથના કરીશ .....

હવે ઉંદર ગાયને જઈને કેહવા લાગ્યો " અરે ઘર માં ઉંદર પકડવાનું પીંજરું આવ્યું છે ......"" અરે ઘર માં ઉંદર પકડવાનું પીંજરું આવ્યું છે ......" ગાય બોલી અરે વાહ શું વાત છે ઉંદર ભાઈ પણ આપણ ને કોઈ એનાથી ફેર નથી પડવાનો ....

એટલે હવે ઉંદર થાકેલો હારેલો ને દુખી થયેલો ઘરે પાછો આવ્યો એને લાગ્યું કે હવે એકલા જ આ મુશ્કેલી નો સામનો કરવાનો છે ...

બીજી બાજુ અચાનક એક દિવસ ઉંદર પકડવાના પીંજરા નો અવાજ આવ્યો ખેડૂત ની પત્ની રાતના સમયે દીવાબત્તી કરયા વગર પીંજરા માં શું આવ્યું તે જોવા ગયી હવે એને અંધારા માં એ ખબર જ ના પડી કે આતો ઝેરી સાંપ હતો જેની પૂછડી પીંજરા માં આવી ગયી હતી ... એ સાંપ ખેડૂત ની પત્ની ને દંશ આપ્યો એટલે કે કઈડી ગયો ખેડૂત જલ્દી થી પત્ની ને દવાખાને લઇ ગયો હવે એની પત્ની દવા લીધા બાદ પણ તાવ સાથે પછી ઘરે આવી હતી ને બધા જનાવર ને ખબર હતી કે ખેડૂત પત્ની ને તાવ માં ચીકન સૂપ આપે છે ને આ ઘર માં બસ એક જ મરઘો છે જે એ વાનગી નું મુખ્ય તત્વ છે. બસ મરઘા નું મોત આવ્યું પછી આ ખેડૂત ની પત્ની ને જોવા માટે તથા ખબર પૂછવા એના સગા આવ્યા એટલે આ આફ્રિકન ખેડૂત એ ભૂંડ ને કપાવી ને એનું માસ ખાવા માટે એમને આપ્યું પણ આટલી બધી મેહનત હોવા છતાં પણ આફ્રિકન ખેડૂત ની પત્ની સારી નાં થઇ ન મૃત્યુ પામી હવે ગરીબ ખેડૂત પાસે લોકો ને આપવા માટે ભોજન માં બસ ગાય જ હતી એટલે એને છેલ્લે વધારે પૈસા માટે કતલખાના માં વેચી દીધી .. અને આમ જે ઉંદર પીંજરા માટે બુમ મારતો હતો એ પીંજરા એ એના બધા મિત્રો નો ભોગ લીધો .....

મિત્રો જીવન માં ઘણા વડીલો તથા સારા મિત્રો ને સર્વ લોકો બધી વાત માનતા નથી ને બસ કોઈક વાર પોતાના અજ્ઞાન ને લીધે હસી ને કાઢી દિયે છે કે એનાથી આપણને શો ફરક પડશે પણ ઘણા લોકો એ ચોક્કસ બાબત ને સમજી જ શકતા નથી એટલે એવું કરે છે .... કેહવાય છે કે જયારે કોઈ તમારું મૂલ્યાંકન કરેને બીજા ને તમારો સારો કે ખોટો અભિપ્રાય આપે ત્યારે વધારે ચિંતા કરવી નહી કેમ કે જેમ કુતરા વ્યક્તિ ને ના ઓળખતા જ ભસે છે તેમ જયારે લોકો તમને ના સમજે ત્યારે જ તમારી ધ્રુણા કે મજાક કરે છે આવું બધા જ મહાન માણસો સાથે બન્યું છે પછી ભલે એ કવિ કાલિદાસ હોય કે પછી ગાંધીજી કે સ્વામી દયાનંદ સરસ્વતી હોય .... માટે સમજ ને જ્ઞાન એ બધા માં મહત્વના છે માટે સ્મિત કરો ને લેખ વાંચી ને મને બસ એક સુંદર મજા ની યાદ સાથે યાદ કરતા રહો 

0 comments:

Post a Comment

Search This Blog

Subscribe via email