Searching...
Monday 10 December 2012

વાંદરો વાંદરો બહુ થયું ચાલો વાંદરા ઉપર જ વાર્તા


ભાઈ આજ કાલ એવું લાગે છે કે વાંદરો વાંદરો બહુ થયું ચાલો વાંદરા ઉપર જ વાર્તા લખાય.

એક વાર એવું થયું કે એક ક્લરીયા ને સુઝ્યું કે કશુક નવું કરીએ હવે આ નબીરો ઊંચા ઘર નો હતો તે ભાઈ બીજુ કેહવું જ શું પણ એવા સંસ્કાર નહોતા ..... બધા કુતરો, બિલાડો પાળે આ ભાઈ એ વાંદરું પાળ્યું અને પછી દોરી વડે બાંધી ને સાથે લઈને ફરે ... રોલો મારવા માટે એક દિવસ આ ભાઈ એક પ્રખ્યાત હોટલ માં વાંદરા સાથે ઘુસી ગયો ને સ્વીમીંગ પુલ ની નજીક જ ખાવા પીવા ની ડેસ્ક હતી ત્યાં જઈને જ્યુસ માંગ્યું હવે જેમ ઘણા લોકો જનાવ
ર તો રાખે પણ બિચારાને ચારો ના નાખે તેમ આ ગાંડો વાંદરું તો રાખે પણ એને કશું આપે નહિ એટલે વાંદરો બિચારો કુદકા મારી ને આમ તેમ ઝાડ ના પત્તા કે રઝળતી વસ્તુકે આમતેમ જે મળે તે આરોગી જતો હવે બન્યું એવું કે વાંદરો લગભગ બે કે ત્રણ દિવસ થી ભૂખ્યો હતો આમ તેમ કુદકા મારવા લાગ્યો હવે અહિયાં ફળો ના છોતરા પડેલા હતા તે કચરા માંથી ખાવા લાગ્યો ને પછી એની નજર બાજુ માં પડેલા પ્લાસ્ટિક ને રબર ના ફળ પર પડી જે આબેહુબ સાચા ફળ જેવા લાગતા હતા આને (વાંદરા એ) ડેસ્ક પર ચડીને એમાં થી પ્લાસ્ટિક નું સફરજન લીધું ને ખાવા પ્રયત્ન કરવા લાગ્યો ડેસ્ક પર ઉભેલા હોટલ ના વ્યકિત ની નજર પડી એને આ કલર ને કીધું કે ભાઈ તમારો વાંદરો જુઓ હવે આ નમુનો જ્યુસ ની સાથે આજુ બાજુ નજર કરી ને સ્મિત કરવા માં વ્યસત હતો બાજુ માં આવેલી યુવતી ને જોઇને સ્મિત વેરતો હતો તેમાં ખલેલ પડતા તે જોયા વગર જ બોલ્યો લે જેટલા નું નુકસાન થાય કે મારો વાંદરો નુકસાન કરે એટલા પૈસા લઇ લે ને જો વધારે બોલીશ નહિ.. એક વાત સમઝ બીજે પણ સારી હોટેલ સર્વિસ મળે છે એટલે હોટલ વાળો બિચારો ભાઈ ચુપ થઇ ગયો આ બાજુ વાંદરો પ્લાસ્ટિક નું સફરજન ઉતારવા માંડ્યો હતો તે એને ગળા ની નીચે ઉતારી દીધું ને કાલરીયા ને આની ખબર નાં પડી એતો ચાલ્યો .... હવે થોડાક દિવસ પછી આ જ સીન રીપીટ થાય છે કલર જયુસ પીવા આવ્યો છે ને બસ આમતેમ ડાફેરીયા મારે છે ને વાંદરો કુદાકુદ કરે છે પણ આ વખતે વાંદરો બધી ખાવાની વસ્તુ પેહલા નીચે મુકે છે એની ઉપર બેસે છે ને પછી ખાય છે... હોટેલ ના વ્યકિત એ કીધું સાહેબ તમારો વાંદરો ગંદુ કરે છે જુઓ ... કલરીયો કહે ભાઈ ધ્યાન થી જો એ માપ કાઢે છે .... હોટલ વાળો કહે સાહેબ ખબર ના પડી ....તમે વાંદરા ને પકડી રાખો બસ..... કલરિયો કહે ભાઈ જયારે છેલ્લી વાર હું અહિયાં આવ્યો હતો ને ત્યારે આ વાંદરાએ જે પ્લાસ્ટિક નું સફરજન ખાધું હતું તે એને ભારે પડ્યું ને જાનવર ના ડોકટરે એનો ઈલાજ કર્યો છે ત્યારથી એ દરેક વસ્તુ નું માપ કાઢી ને ખાય છે કે ક્યાંક એ એટલી મોટી તો નથી કે ફસાઈ જાય એટલે એ આવું કરે છે તે પેહલા બેસી ને માપે છે ને પછી જ ખાય છે...... ભાઈ ઓ આને કેહવાય નિર્દય વ્યક્તિ બિચારા વાંદરા ના નસીબ માં પણ આવો માલિક લખ્યો હતો ચોક્કસ રીતે આવા લોકો ને તો સજા થવી જોઈએ, જીવદયા નામની વસ્તુ આજકાલ આવા લોકો માં જોવા મળતી નથી...... ખરેખર આવો મિત્ર કે માલિક કે દુશ્મન કોઈને નાં મળે. પણ માટે જ કહું છું સમજદાર લોકો સાથે મિત્રતા કરો સ્મિત કરતા રહો હાસ્ય રેલાવતા રહો ને તમારી એ સ્મિત ભરેલી યાદ માં મને યાદ કરતા રહો.
 

0 comments:

Post a Comment

Search This Blog

Subscribe via email