Searching...
Monday, 10 December 2012

એક આધુનિક સંત સવાર માં મુલાકાત ના સમયે


મસ્ત સુહામની સવાર હતી એક આધુનિક સંત સવાર માં મુલાકાત ના સમયે બેઠા હતા બસ જેમ રોજ થાય છે લોકો ઘણા બધ મળવા આવી રહ્યા હતા ને એમાં ઘણા યુવાનો અને યુવતીઓ હતી બસ આમ જ ચાલતા દિવસ મુજબની એટલે કે રાબેતા મુજબ ની સવાર હતી ને તે સમયે ત્યાં એક રંગીન અને વધારે રંગ વાળા કપડા પેહરેલો છોકરો ત્યાં આવ્યો આ પણ એક વિચિત્ર લાગતું પ્રાણી હતું સંત આની સાથે મસલત કરવા લાગ્યા પૂછ્યું બાળક તારું શુભ નામ શું છે? બીજો પ્રશ્ન હતો બેટા તમારો પ્રશ્ન પૂછો ...... હવે આ બાળક એટલે કે આ રંગીન મિજાજ વાળો યુવાન કો
ઈક સુંદર છોકરી ને જોતો ઉભો હતો ને અચાનક તે આવી ચડ્યો હતો એટલે એને પોતાનો સામાન્ય પ્રશ્ન પૂછ્યો " મને ક્યાંય શાંતિ મળતી નથી હું શું કરું " " મારી પાસે અમુક એવા પ્રશ્નો છે જેનો જવાબ મળતો નથી ?"

મહંત શાંત થી ગયા ને વિચારી ને કીધું "બાળક શાંતિ એ એક અવસ્થા છે જે દરેક ને જુદી જુદી રીતે અનુભવાય છે ઉદાહરણ તરીકે જો તે કદાચ રેલગાડી ની નજીક ના મજુર ને જોયા હોય તો તેઓ ત્યાંજ ઊંઘે છે ને ત્યાં જ જીવે છે એ તમારી કે મારી જેમ પ્રશ્નો લઈને કોઈની પાસે જતા નથી પણ તો પણ જોયું છે તે કેવી રીતે ઊંઘે છે...... જો દોસ્ત ગમે તેવી દોડ લાગે........ કે ગાડી ની વ્હીસલ સંભળાય....... પણ તેઓ પોતાની ઊંઘ માંથી ખસતા નથી કે તેમને અચાનક ઝબકી ને ઉઠવાની જરૂર પડતી નથી............ બસ શાંતિ એ એવી અવસ્થા છે જે અનુભવી શકાય છે ........તમારા પોતાના મુખ ધ્વારા તમે કેહતા રહો કે મારા જીવ ને ક્યાય શાંતિ નથી તો બસ જીવન બદલાઈ જાય છે તમે પોતે પોતાને પ્રોગ્રામ કરો છો કે બેચેન રહેવું ને બીજાને શાંતિ નથી કે જે સંસ્થા માં તમેં કામ કરો છો તે સારી નથી કે પછી કેમ મારી સાથે જ આવું થાય છે કે તમે બીજાને પણ એવું લગાડો છો કે બસ આપના દેશ માં પણ આવું જ ખરાબ ગંદગી કે ગુંડાગીરી છે

રોજ બરોજ ના જીવન માં આવી ઘણી વાતો હોય છે જે બહુ બધા પ્રશ્નો ને મુસીબતો ઉભી કરે છે ને દોસ્ત તને ખબર છે લોકો એમ કહે છે કે મને તો ઓલી બાબત પર ગુસ્સો આવે છે કે આને તો હું એવો પાઠ ભણાવીશ ને કે યાદ કરશે પણ તને ખબર છે ગુસ્સો એ તમારા માં છુપાયેલા ડરની નિશાની છે કોઈક ને સમાજ નો, કોઈક ને પોતે મુર્ખ લાગશે તેનો કોઈક ને સમય પર કામ પૂરું નહિ થાય એનો ને કોઈને પોતાની ભૂલો ખુલી પડી જશે કે પોતે આવડત વગરના છે એનો કે અન્ય વ્યક્તિ વધારે સકસેસ સાથે વધે છે એનો ડર લાગે છે કોઈક પોતે એકલા રહી જશે ને દુનિયા આગળ નીકળી જશે કે પછી જાત જાત નો ડર લાગે છે જે વ્યક્તિ પોતાના ક્રોધ માં વ્યક્ત કરે છે ટૂંકમાં ક્રોધ પણ તમારી એક કે બીજા પાસા ની નબળાઈ જ છે માટે એને જીતવું ને પોતાની આસ પાસ ની દરેક ઘટનામાંથી સારી બાબતો શીખી ને આગળ વધવું એ જ એક શાંત માનસ ધરાવતા વ્યક્તિ ની નિશાની છે .... હું કહું તો આટલી જીજ્ઞાશા લઈને જયારે તું આવ્યો ત્યારે તને લાગનાર મીઠો ભય પણ જીવન માં વ્યક્તિ શાંત ન હોય તો સમજવામાં અઘરો છે ....

આ યુવાન કોઈ પણ વિચાર વગર આવ્યો હતો પણ જયારે તે પાછો ગયો તો તેનું જીવન બદલાઈ ગયું હતું બસ આ પ્રસંગ મને મારા ગુરુ એ જણાવ્યો ને હું પોતાના બ્લોગ માં ઉમેરું છું કે ભાઈ જીવન માં જો તમને કોક દિવસ મોડે સુધી કામ કરવા નું થાય કે વિકટ પરિસ્થિતિ માં પડો ત્યારે આ બાબતો યાદ કરવી ને બસ મારો બ્લોગ વાંચી ને સ્મિત તો ચોક્કસ આવી જ જશે એમ હું પોસીટીવ રીતે માનું છું
 — with Deep Patel and 5 others.

0 comments:

Post a Comment

Search This Blog

Subscribe via email