હવે જયારે નવા બ્લોગ ની શરૂઆત કરી છે ત્યારે મને લાગે છે કે શરૂઆત માં કોઈક ચોક્કસ સારી વાર્તા હોવી જોઈએ કારણ કે એ મારી શૈલી જ રહી છે કે હું હમેશા કોઈક ચોક્કસ કાર્ય ની શરૂઆત ચોક્કસ ધ્યેય અને વિચાર લઈને જ કરું છુ. મિત્રો હું તમને જણાવવા માંગું છુ કે જીવન જીવવાના કારણ વગર અધૂરું છે ઘણા બધા લોકો પોતાના જીવન માં ફક્ત ધ્યેય ને શોધતા જ રહી જાય છે.
આજ ની શરૂઆત હું ચોક્કસ વાર્તા સાથે કરીશ ( હું જાણતો નથી કે આ બ્લોગ લખ્યા પછી કેટલા લોકો જોડે એવો સમય હોય કે નહિ પણ હા ચોક્કસ જયારે તમને મારી વાર્તા નો ફેર ખબર પડશે ત્યારે તમને ચોક્કસ તે ગમશે એવું હું મારા મંતવ્ય પ્રમાણે કહી શકું છુ.
આ વાર્તા છે એક સામાન્ય કક્ષા ના ભરવાડ ની, વાર્તા ની શરૂઆત થાએ છે અહિયા થી “
જુના પુરાના કોઈ એક ગામ માં એક ભરવાડ નવો રેહવા ગયો હવે ગામ ઘણું સુંદર અને રમણીય હતું અહિયા ઘણો સરસ સમય પસાર થતો હતો કારણ કે એ ગામ માં લોકો સારા અને મન થી ઉદાર હતા પણ જેમ બધે હોય છે તેમ કોઈ પણ જગ્યા એ જુઓ કાગડા તો કાળા રેહવા ના જ. તેમ અહિયા પણ એક નગર શેઠ હતો તેની પાસે ઘણી બધી મિલકત હતી ને ગામ ની વચ્ચે ના મેદાન નજીક તેનું ઘર હતું. આ મેદાન ની એકદમ નજીક થી નદી વહેતી હતી જેમાં થી આખા ગામ ને સિંચાઇ નું પાણી મળતું હતું તેથી ત્યાનું વાતાવરણ ખુબ સુંદર લાગતું હતું. તો જેમ ભરવાડ ની વાત કરી તેમ આ ભરવાડ એ નવો જ હતો તેને આ જગ્યા અને મેદાન પોતાની ગયો ને ચરાવવા માટે સારું લાગ્યું. તે દરરોજ પોતાની ગાયો ને આ મેદાન માં લાવી ને છોડી દેતો અને વડ નું ઝાડ જે આ નગર શેઠ ના ઘર પાસે હતું ત્યાં જઈને મસ્ત વાસળી વગાડતો હવે આ તેનો રોજ નો ક્રમ હતો
હવે એક દિવસ નગર શેઠ નું ધ્યાન આંની પર પડ્યું તેને આ ભરવાડ ને જોઈને તેની ઈર્ષા આવવા લાગી એક દિવસ તેના થી રેહવાયું નહિ ને આખરે તેને જઈને આ ભરવાડ ને પૂછ્યું કે “ ભાઈ તું અહિયા આ દરરોજ આવી ને બેસે છે તો આ જગ્યા પર ના માલિક જોડે તે રજા લીધી છે” ભરવાડ ને થોડું અજુગતું લાગ્યું કે આ કેમ આવી રીતે વાત કરે છે પણ પછી એને વિચાર આવ્યો કે આ ભાઈ મોટા માનસ છે એટલે અદબ થી વાત કરવી જોઈએ તેને તરત જવાબ આપ્યો કે “માલિક મને આહિયા ના ( આ જગ્યા ના અધિપતિ ની જાણકારી નથી પણ કેમ મારા થી કોઈ ભૂલ થઇ ગયી કે શું ? “ હવે નગર શેઠ થોડા ફોર્મ માં આવ્યા ને કેહવા લાગ્યા “ભાઈ જો તું સમજ હું આ જગ્યા નો માલિક છુ અને આ જે વડ આગળ બેસી ને તું દરરોજ વાસળી વગાડે છે તે પણ મારું છે. માટે હું તને એક વાત કેહવા માંગું છુ કે તું અહિયા વાસળી વગાડી ને મને પરેશાન ના કર કેમ કે હું અને મારા ઘર ના બધા વ્યક્તિઓ ને તેનાથી હેરાન થાએ છે. હવે આ બધા બહાના એ બનાવી ને કરી રહ્યો હતો સાચે માં તો ભરવાડ થી તેને કોઈ પણ જાત ની તકલીફ નહોતી. આ બાજુ ભરવાડ ને વાત સાચી લાગી પણ તેની પાસે પોતાના ઢોરો ને પાણી અને ચારા માટે કોઈ જગ્યા નહોતી એટલે તેને વાત કરી કે માલિક મુજ પાસે ઢોરો ને ચરાવવા માટે કોઈ બીજી જગ્યા નથી તો આ તકલીફ ના સમાધાન માટે બીજી કોઈ રીત હોય તો બતાવો કારણ કે પાણી અને ઘાસચારા વગર મારા ઢોર મારી જશે બીજે ક્યાંક આવી સવલત ક્યાં મળવાની છે સાહેબ.
પોતાની વાત બનતી જોઈ ને નગર શેઠ ખુશ થયો તેને એક કાગળ લાવી ને મુક્યો ને કહ્યું જો એક રીતે આ નો ઉપાય છે . “તું એક કામ કર આ વાદ નો છાયો ખરીદી લે તેનાથી એવું થશે કે એક વર્ષ સુધી આ છાયો તારો” હવે ભરવાડ ને વિચાર આવ્યો કે ભલે ને આ કેહ્તો એમે જગ્યા મોકા ની છે ને ગામ માં નવો જ છુ તો શા કામ ડોહાને ઝગડી ને સમાજ જોડે વાનાં લેવા જવાદે કેટલો ભાવ કહે છે છોયે ને પૈસા લેતો પછી કચકચ તો નહિ કરેને. એટલે એને પૂછવા ખાતર પૂછ્યું માલિક કેટલા રૂપિયા મારે દેવાના.
હવે આ બાજુ નગર શેઠ લાલચુ હતો તેને વાત બનતી લાગી એટલે એને કહ્યું ૬૦૦૦ /- રૂપિયા રોકડા આપવા ના બોલ છે મંજુર. હવે આ બાજુ ભરવાડ પણ ઓછો ન હતો તેને કહ્યું કે જો હું આ રૂપિયા આપું તો આ ઝાડ વર્ષ સુધી મારું બરાબર...! અને એનો છાયડો જ્યાં જાય ત્યાં મારો બરાબર ....! એટલે આંધળા બનેલા શેઠે કહ્યું બરાબર...
આ બાજુ ભરવાડ મુનઝાયો કે આ જબરી વાત છે “ એક બાજુ ઝાડ.... પાછુ ઝાડ સાથે છાયડો અને બધા હંગાથે ઈ ના પૈસા. શું કરવું પછી અને કહ્યું “સારું માલિક કાલે મળી ને હું કહું” હવે આ બાજુ અને ઉંઘ આવતી નથી વિચારે છે કાલે શું કરવું પૈસા આપવા ...... નહિ તો પશુઓ મારી જશે ને પોતે રસ્તા પર આવી જશે બીજી બાજુ આ ડોકરો પણ સાચું કહે છે કદાચ બિચારો હેરાન થતો હશે ને આપને બીજા કોઈને પરેશાન નથી કરવા પછી એને પૈસા જોઈતા હોય તોયે આપી દેવાના.
આખરે તેને આ વાત તેના એક ગુરુ ને જઈને કહી પેહલા ગુરુ વિચાર માં પડ્યા પછી તેમને કહ્યું કે જ બકા પૈસા એના છે તો વિચાર ના કરતો જઈને આપી દેજે. મન ચોક્ખું હશે તો ચોક્કસ તને કોઈ તકલીફ નહિ થાયે કારણ કે સારા માનસ ની સાથે હમેશા ભગવાન હોયે છે.
બધું વિચારી ને આખરે ભરવાડે પૈસા આપી દીધા. આ બાજુ આ નગર શેઠ લૂચ્ચો હતો તેને લાલચ આવી કે આને તો વધારે હેરાન કરાય એવો છે વધારાના પૈસા પડાવાય એવું છે એટલે તેને આ ભરવાડ ને બીજા દિવસ તો બેસવા દીધો પણ થોડા સમય બાદ ત્યાં ફરીથી આવ્યો ને કેહવા લાગ્યો કે “જો મેં તને અહિયા પોતે બેસવા નું કહ્યું છે તારા ઢોર ને તારે આ ઝાડ ની આજુ બાજુ લાવવા ના નહિ એટલે થાયે એવું કે બધા ઢોર ટેવાયેલા હતા પણ નાના ઢોર ના બચચા એમને હમેશા ભરવાડ સાથે બાંધી રાખતો કેમ કે આવા નાના ઢોર તો ખોવાઈ જાયે ને પછી તેમને શોધવામાં વધારે મેહનત લાગે. આ બાજુ આવા વચનો સાંભળી ને ઈ તો આવાચક થઇ ગયો કે હવે શું કરવું માનીલો કે કોઈ પણ રીતે જો ઢોર નજીક આવી ને બેસે તો આ શેઠ ના નિયમ નું ઉલ્લંઘન થયે ને તો પછી આપેલા પૈસા પણ ઈ લઇ લે ને શકોરું પણ ના આપે.
હવે આ ભરવાડે વાટ પકડી એના ગુરુ ની “ ગુરુ બોલ્યા સારું તારે હું જેમ કહું તેમ તારે કરવું.
હવે ખરી મઝા આવવાની હતી હતું એમ કે આ વડ નો છાયો સાંજે ૪ વાગ્યે એના ઘર ના વરંડા માં પડતો હતો અને નિયમ મુજબ જ્યાં છાયડો ત્યાં ભરવાડે બેસવાનું તો હવે ખરી મઝા પડી કેમ કે દરરોજ ના સમય કરતા આ ભરવાડે મોડું જવાનું શરુ કર્યું એટલે ચોક્કસ સમય મુજબ છાયડો એનાં ઘર માં પડે એટલે વરંડા ની જાળી ખુલ્લી હતી એટલે આ ભરવાડ અંદર જતો રેહ્યો ને ગંદા ગોબર કપડા સાથે પશુઓ નું છાણ દીવાલ પર લગાવવા માંડ્યો આથી નગર શેઠ પોતાની વાત માં ફસાઈ ગયા. હવે થોડા દીવસ બાદ નગર શેઠે પૈસા ખર્ચી ને ત્યાં જાળી ની જગ્યા એ દીવાલ બનાવી દીધી પણ તોયે શું થાએ.
આ બાજુ જેમ શરત હતી તેમ એક દિવસ ભરવાડ કરવત લઈને આવ્યો ને ઝાડ ને કાપવા લાગ્યો આખું ઝાડ કપાયું ત્યારે નગર શેઠ ને ખબર પડી તે દોડી ને ત્યાં પહોચ્યા ને આ ભરવાડ ને શરત યાદ કરાવવા લાગ્યા. ભરવાડે કહ્યું માલિક બધું શરત પ્રમાણે જ છે આ ઝાડ મારું છે એક વર્ષ માટે ને પાછુ આપવા નું છે એક વર્ષ પછી બરાબર તો વર્ષ પછી લઇ જજો મારી પાસે થી, અને હા જુઓ શરત માં લખ્યા મુજબ એવું ક્યાં છે કે ઝાડ ને હું લઇ ના જઈ શકું તમે કીધું તેમ ઝાડ મારું છે મારા ઢોર નું નથી તેમ આ ઝાડ હું જ્યાં લઇ જાઉં ત્યાં વર્ષ સુધી તો મારું ને ..... પછી આવી ને લઇ જજો ....હવે આ બાજુ આ ઝાડ ને લઈને તેનો ફર્નીચર નો સમાન બનાવરાવી ને ભરવાડે ગુરુ ના કહ્યા પ્રમાણે વેચી દીધો બચેલો કચરો ને ટુકડા વીની ને તેને પોતાના ભોજન ને રાંધવાના ઈધન તરીકે તેને વાપર્યું છેલ્લે જે રાખ બચી તે પોટલા માં બાંધી દીધી.
આ બજુ કમને શેઠ પોતાનું ઝાડ લેવા આવ્યા તો બહુ શાંતિ થી ભરવાડે બેસાડી ને પાણી પાયું પછી કહ્યું તમારું ઝાડ ઈ પોટલા માં છે લઇ લો. શેઠ કહે આ આટલું મોટું ઝાડ ને પોટલા માં કેમ નું આયુ..
ભરવાડે કહ્યું જેમ શરત હતી તે પ્રમાણે ઝાડ જુનું થતું ગયું છેલ્લે એને સુકાઈ ગયેલા લાકડા ના ટુકડા નો ઉપયોગ મુજ ગરીબ ને ઠંડી માં ગરમાવો માટે થયો હવે જે છે તે ઝાડ જ છે ચોક્કસ તેનો ઉપયોગ તમે વાંસન ઘસવા ના પોવદર તરીકે કરી શકશો.
સારાંશ: હમેશા પોતાના હક જેટલું લેવું જોઈએ જીવન પૂરું થયા પછી કોઈ સ્વર્ગ માં સંપતિ લઈને જતું નથી અને જવાનું પણ નથી. બધા એ જાણવું જોઈએ કે સૌથી મોટી સત્તા એ ઈશ્વર ની છે અને તેનાથી કશું છુપાયું નથી માટે હમેશા જીવન સમજી વિચારી ને જીવવું જોઈએ.
0 comments:
Post a Comment