Searching...
Sunday, 4 January 2015

એક એશિયન કુળનો વ્યક્તિ પ્રાણી સંગ્રહાલય જોવા પહોંચ્યો

અત્યારે જે તહેવાર ચાલે છે તેમાં Misunderstanding, Misinterpretation, Misrepresentation નાં થાય તેવી શુભેચ્છા માટે વેકેશનની આઝાદી સાથે એક આગવી શેલીમાં ગુજરાતી બ્લોગ લેખ લખી રહ્યો છું મિત્રો ....

ઉદાહરણ ૧ ) એક એશિયન કુળનો વ્યક્તિ પ્રાણી સંગ્રહાલય જોવા પહોંચ્યો. તેની સાથે તેનો નાનો બાળક પણ હતો. આ પ્રાણી સંગ્રહાલય યુરોપના દેશમાં આવેલું હતું. બાળક ઘણો ખુશ અને ઉત્સાહમાં હતો. પ્રાણી સંગ્રહાલયનાં જુદાજુદા પ્રાણીઓ વિષે એ તેના પિતાને વાત કરી રહ્યો હતો.  આ લોકો પ્રાણીસંગ્રહાલયના દરવાજા પર પહોંચ્યા. ત્યાં એક ટીકીટ બારી પર અંગ્રેજ વ્યક્તિ બેઠો હતો તે ટીકીટ આપતો હતો. સામાન્યત: આ ટીકીટબારી પરનો વ્યક્તિ રંગવર્ણ પ્રમાણે સફેદ રંગનો હતો. જેવા તેને પ્રાણીસંગ્રહાલયની ટીકીટના રૂપિયા ચુક્ક્વવામાં આવ્યા કે તરત જ તેણે ટીકીટ અને બાકીના રૂપિયા ગણીને પાછા આપ્યા. આ બનાવને ધ્યાનથી જોઇને ઉત્સાહી બાળક (ટીકીટ આપનાર તરફ હાથથી ઈશારો કરી ) બોલ્યું આ બુદ્ધિશાળી વાંદરોતો ગાણિત પણ જાણે છે.

ઉદાહરણ ૨ ) એક સ્ત્રીએ એક જ્ઞાની સાધુને પ્રશ્ન પૂછ્યો કે આજે મેં મારો ઘણો સમય અરીસાની સામે પોતાને જોવામાં જ ખર્ચ કર્યો શું આ મિસબિહેવિયર એટલે કે ખોટું આચરણ છે? ત્યારે સાધુએ જવાબ આપ્યોકે નાં આ બાબતને મિસબિહેવિયર ના કહી શકાય પણ આને સીધા અર્થમાં મિસઅંડરસ્ટેનડીંગ કહી શકાય એટલેકે તમે શું ? શા માટે ? અને ક્યા કારણસર કરી રહ્યા છો તેમનું તમને અર્થ-જ્ઞાન જ નથી..!

સાધુ એ ઉદાહરણ ટાંક્યું કે એક દુરના પ્રદેશમાં એક વેપારી કોઈ કારણસર વિદેશ વેપાર કરવા ગયો અને પોતાની પત્નીથી થોડો સમય કોઈ વાત ન કરી શક્યો ત્યારે તેણે પત્ર લખ્યો આ પત્રમાં સબોધન કરતા તેણે લખ્યુંકે “my better half”. આ શબ્દો તેણે પોતાનો પત્નીને લખ્યા હતા પણ આ વેપારીના અક્ષર સારા નહોતા એટલે પત્ર વાંચનારી પત્નીને એ શબ્દો આ રીતે વંચાયા ... MY BITTER HALF’” જેનાથી દરેક વાક્યનો અર્થ બદલાઈ ગયો..પરિણામ આવ્યુ કે વેપારી પાછો આવ્યો ત્યારે તેઓ વચ્ચે ઝગડો થયો આ થવાનું કારણ સીધુંજ મિસઅંડરસ્ટેન્ડીંગ ( અર્થની ઓછી સમઝણ )

સાધુએ ફરીથી કીધું કે ત્રણ અપરણિત યુવતીઓ દરેક મુશ્કેલી માટે કારણબદ્ધ છે આ યુવતીઓ તે
૧) Misunderstanding,
૨) Misinterpretation
૩) Misrepresentation
કારણ એવું છે કે દરેકની શરૂઆતમાં Mis લગાવવામાં આવે છે અને તેણે અપ્રભંશ તરીકે કટાક્ષમાં પહેલા Miss એવી રીતે ઓળખવામાં આવે છે.
આ ત્રણને લીધેજ Misunderstanding, Misinterpretation, Misrepresentation થઈને વેપારીનો ઝગડો થયો આમ કોઈ પણ બાબતનું ઓછુ જ્ઞાન ધાતક હોય છે. ક્યારેક ઓછુ જ્ઞાનજ વિનાશનું કારણ બનતું હોય છે. આજ બાબત પર એક જુનો જોક્સ યાદ આવે છે...

પોપટ સાથે વહાણ માં


એક વાર એક વહાણ સમુદ્ર માં જઈ રહ્યું હતું તેમાં એક વ્યક્તિ તેના પોપટ સાથે વહાણ માં મુસાફરી પર હતો. હવે આ પોપટે એક અન્ય સુંદર છોકરી ને જોઈ ને સીટી મારી ( એના જેવો અવાજ કર્યો ) છોકરી એ તરત વડી ને એની સામે જોયું અને આજુ બાજુ જોઈ ને ખબર પડી કે આતો પોપટ છે એટલે એ હસવા માંડી હવે આવું આ પોપટ વારે ઘડીએ કરતો ને છોકરી હસતી એટલે એને જોઈને આ પોપટ ના માલિક ને ય થયું કે આપને પણ વગાડો ને એટલે એને સીટી વગાડીને સીટી માં થોડો ફેર જણાયો એટલે છોકરી એ જોયું પણ કશું બોલી નહિ એટલે આ ભાઈ એ ફરી થી વગાડી તો આ વખતે છોકરી ને આવ્યો ગુસ્સો ને તેને બુમ મારી ને એના ભાઈ ને કીધું ને ભાઈ ને આજુ બાજુ ના લોકો આવ્યાને પેહલા ધોલાઈ થઇ પછી નક્કી કર્યું કે બાપડા ને નાખો ને પાણી માં જોઈએ કેમ નો સીટી મારે છે .......
એટલે બધા એ એને પકડ્યો ને નાખવા ની તૈયારી કરતા હતા એટલા માં
પોપટ ને વાચા ફૂટી ને કીધું ભાઈ તને ઉડતા આવડે છે ....... કે તરતા આવડે છે ...... ઓલા એ કીધું ના .... તો પછી સીટી શું જોઈ ને વગાડી ........

0 comments:

Post a Comment

Search This Blog

Subscribe via email